ભાવનગરના મહુવા તાલુકામાં આમ આદમી પાર્ટીની સર્કિટ હાઉસ ખાતે મહુવા શહેર/તાલુકાની કારોબારી મીટિંગ યોજાઈ

08-Aug-2021

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આમ આદમી પાર્ટીની મહુવા સર્કિટ હાઉસ ખાતે મહુવા શહેર/તાલુકાની કારોબારી મીટિંગ યોજાય હતી.

જેમાં ભાવનગર જિલ્લાના મહામંત્રી તેમજ મહુવા શહેર/તાલુકાના પ્રભારી મુકેશભાઈ જાની તેમજ જિલ્લાના મહામંત્રી તથા શિહોર તાલુકાના પ્રભારી નાસીરહુસૈન સમા (પપ્પુભાઈ સમા) /જિલ્લાના મહિલા પ્રમુખ જલ્પાબેન મકવાણા તથા પ્રદેશ સંગઠન મંત્રી અશોકભાઈ ગોહિલ સાથે જિલ્લા સંગઠન મંત્રી ડો.મહેશભાઈ લાધવા /જિલ્લાના ઉપ.પ્રમુખ બાવચંદભાઈ ભાલીયા / જિલ્લાના મંત્રી તેમજ મહુવાના સહ પ્રભારી વિઠ્ઠલભાઈ સોલંકી તથા મહુવા શહેર પ્રમુખ જીતેન્દ્રભાઈ રાઠોડ મહુવા તાલુકા પ્રમુખ રાજેન્દ્રભાઈ બારૈયા તેમજ જિલ્લાના આગેવાનોની હાજરીમાં મહુવા શહેર/તાલુકાના સંગઠનની રચના કરવામાં આવી જેમાં મહુવા શહેરમાં 30 અને મહુવા તાલુકામાં 40 લોકોને વિધિવીત રીતે હોદ્દાઓની ફાળવણી કરી જિલ્લાના આગેવાનોના હાથે નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા. જેમાં લઘુમતી સમાજ માંથી આરીફભાઈ કલાણીયા મહુવા શહેર સંગઠન મંત્રી સાથે ઈમ્તિયાઝભાઈ ડેરૈયા મહુવા શહેર મંત્રીશ્રી તેમજ ફૈઝલભાઈ હદી યુવા ઉપ.પ્રમુખ સ્થાને જવાબદારી સોપાઈ હતી સાથે કાર્યક્રમમાં મહુવા શહેર મહિલા પ્રમુખ જાગૃતિબેન દેવ મુરારી તેમજ તાલુકા મહિલા પ્રમુખ કુંવરબેન બારૈયા સાથે મોટી સંખ્યામાં મહિલાઓ યુવાનો વડીલો ઉપસ્થિત રહ્યાં હતાં અને આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી મહુવામાં ખુબ મોટા પ્રમાણમાં વિસ્તારથી લોકોની વચ્ચે જઇ લોક જનમત મેળવવા જન સંવેદના મુલાકાત તેમજ સદસ્યતા અભિયાન રૂપી કાર્યક્રમો યોજી મહુવા આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે લોકોને જોડવા માં આવશે..

Author : Gujaratenews