તાઉ તે વાવાઝોડાને 1 મહિનો થયો છતાં, હજુ પણ ભાવનગર-અમરેલીના અમુક ગામમાં અંધારપટ

17-Jun-2021

Bhavnagar : મે મહિનામાં તાઉતે (Tauktae) વાવાઝોડાએ ભારે તારાજી સર્જી હતી. તાઉ તે વાવાઝોડાથી સૌથી વધુ નુકસાન સૌરાષ્ટ્ર અને દક્ષીણ ગુજરાતમાં થયું હતું. જેમાં ભાવનગર અને અમરેલી જિલ્લામાં વાવાઝોડાએ ઘમરોળ્યું હતું. હજુ પણ અંધારપટની સ્થિતિ જોવા મળી રહી છે.

તળાજાઅને ગ્રામ્ય વિસ્તારમાં વાવાઝોડાથી નુકસાન થયું હતું. જેમાં કાચા-પાકા મકાનોનેભારે નુકસાન થયું હતું. તો બીજી તરફ વીજપોલ પડી જવા અને વીજલાઈનો તૂટી જવાના કારણે અંધારપટ છવાઈ ગયો છે. 1 મહિનો જેટલો સમય વીતી જવા છતાં હજુ પણ અંધારપટ છે. 1 મહિના જેટલો સમય થવા છતાં 50 ટકા જ કામ પૂરું થયું છે.

ગ્રામ્ય વિસ્તારમાં વીજળીનો પુરવઠો શરૂ કરવા તળાજાના ધારાસભ્ય કનુભાઈ બારૈયાએ ઉર્જામંત્રીને રજુઆત કરી છે. જો વીજળીનું કામ તાત્કાલિક બંધ કરવામાં નહીં આવે તો ચોમાસા દરમિયાન ગ્રમ્યવિસ્તારમાં કામ થઇ શકશે નહીં અને પ્રજાએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે.તો આ સાથે જ ધારાસભ્યએ આગામી ગુરુવાર સુધીમાં કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો શુક્રવાર એટલે કે 18 જૂનથી ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો સિહોર તાલુકાના અમુક ગામોમાં પણ હજુ અંધારપટ છે. ગ્રામ્ય પંથકમાં ધીમી કામગીરી થતી હોવાની ફરિયાદ પણ ઉઠી છે. સિહોર તાલુકામાં 1300થી વધુ વીજપોલ પડી ગયા છે પડી ગયેલા વીજપોલ ઉભા કરવાની કામગીરી થઇ રહી છે

Author : Gujaratenews