જુનાગઢ : બ્રહ્મલીન પૂજ્ય ભારતી બાપુનો ભંડારો મુલતવી રખાયો : ભારતી આશ્રમના ગાદીપતિ તરીકે મહંત શ્રી હરિરાનંદ ભારતીજી મહારાજ સંચાલન કરશે. બ્રહ્મલીન ભારતી બાપુનો ભંડારો મુલતવી રખાયો, કોરોનાની મહામારીને લઈને ભંડારો મુલતવી રખાયો હાલના ભારતી આશ્રમના ગાદીપતિ હરિરાનંદ ભારતીજીએ માહિતી આપી છે.
તારીખ ૧૧ એપ્રિલને ૨૦૨૧ના રોજ અનંત શ્રી વિશ્વ વિભૂતિ મહામંડલેશ્વર 1008 પૂજ્ય વિશ્વમભર ભારતીજી મહારાજ બ્રહ્મલીન થયા છે...બાપુ બ્રહ્મલીન થતા સંત સમાજ અને લોકોમાં ખુબ ઘેર પ્રત્યાઘાત પડ્યા હતા...ત્યારે બ્રહ્મલીન પૂજ્ય ભારતી બાપુ નો ભંડારો હાલ કોરોનાની મહામારીને કારણે મુલતવી રખાયો છે....અને હવેથી ભારતી બાપુના શિષ્ય મહંત શ્રી હરિરાનંદ ભારતીજી મહારાજ ભારતી આશ્રમના ગાદીપતિ તરીકે ભારતી આશ્રમનું સંચાલન કરશે...
Author : Gujaratenews



13-Nov-2025