File image : vallabh bhai lakhani
રાજ કીકાણી (મુંબઈ),
ભારત તેની આઝાદીના 75 વર્ષ ને ‘આઝાદી ના અમૃત મહોત્સવ ’ તરીકે ઉજવી રહ્યું છે. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે મુંબઈ સ્થિત ભારત ડાયમંડ બુર્સ દ્વારા આગામી 18 ફેબ્રુઆરીએ સાયક્લોથોનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે.જેમા ભારતના જેમ્સ અને જ્વેલરી ક્ષેત્રના આશરે 25 થી પણ અધિક ઉત્સાહીઓ એકતાના સંદેશ સાથે મુંબઈથી દાંડી સુધીની સાયકલ યાત્રા કરવાના છે.
ભારત ડાયમંડ બુર્સ દ્વારા આયોજીત‘એ સિમ્બોલ ઑફ યુનિટી’ થીમ આધારિત સાયક્લોથોનને 18 ફેબ્રુઆરીના રોજ BDBના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પરથી ફ્લેગ ઓફ કરવામાં આવશે.મુંબઈથી દાંડી સુધીના આ રૂટને ડાયમંડ રૂટ’નામ આપવા માં આવ્યુ છે.
આ સાયકલ સવારો ત્રણ દિવસમાં મુંબઈથી દાંડી સુધીનું અંતર કાપીને આગામી 20 ફેબ્રુઆરીના રોજ દાંડી પહોંચશે. સાયક્લોથોનની સમાપ્તિ બાદ તેમા ભાગ લેનાર ટીમે સુરત ડાયમંડ બુર્સ (SDB),ગુજરાત હીરા બુર્સ તેમજ સુરતના હીરા ઉદ્યોગોની મુલાકાત લેવાની ઈચ્છા વ્યકત કરી છે.
BDBના વાઈસ ચેરમેન મેહુલભાઈ શાહે મીડીયા અહેવાલમાં જણાવ્યું હતું કે ભારતની આઝાદીના 75માં વર્ષને આઝાદી કા અમૃત મહોત્સવ ’ તરીકે ઉજવી રહ્યું છે. જે અતંર્ગત ભારત ડાયમંડ બુર્સ દ્વારા એકતાના સંદેશ સાથે મુંબઈ થી દાંડી સુધી આ સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યુ છે.
એકતાના ઉમદા ઉદ્દેશ્ય સાથે આયોજીત આ સાયકલ યાત્રામાં મુખ્યત્વે BDBમાં કાર્યરત વેપારીઓ ભાગ લઈ રહ્યો છે. પરંતુ અમે જેમ એન્ડ જવેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા દરેકને આ ઐતિહાસિક યાત્રામાં સહભાગી થવા હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ.
એકતાનો સંદેશ લઈને આવી રહેલા એ સાયકલ વીરોને આવકારવા અમો અત્યંત ઉત્સુક : SDB ચેરમેન વલ્લભભાઈ લખાણી
આઝાદી ના અમૃત મહોત્સવ’ અંતર્ગત BDB દ્વારા કરવામાં આવેલા સાયક્લોથોનના આયોજનને આવકારી તેની સરાહના કરતા SDB ના ચેરમેન વલ્લભભાઈ લખાણીએ ડાયમંડ ટાઇમ્સને માહીતી આપતા કહ્યું કે ‘એ સિમ્બોલ ઑફ યુનિટી’ થીમ પર આધારિત આ સાયકલ યાત્રાના મુંબઈથી દાંડી સુધીના રૂટને ડાયમંડ રૂટ’ નામ આપવામાં આવ્યુ છે.આ બાબત સમસ્ત જેમ એન્ડ જવેલરી ઉદ્યોગ માટે અત્યંત ગૌરવપ્રદ બાબત છે.
વલ્લભભાઈએ ઉમેર્યુ કે એકતાનો સંદેશ લઈને આવી રહેલા આ ઉત્સાહી અને દેશપ્રેમી યુવાનોએ સાયકલ યાત્રાની સમાપ્તિ પછી સુરત ડાયમંડ બુર્સ (SDB),ગુજરાત હીરા બુર્સ તેમજ સુરતના હીરા ઉદ્યોગોની મુલાકાત લેવાની ઇચ્છા વ્યકત કરી છે.અમારા માટે આ અત્યંત આનંદની બાબત છે.‘એ સિમ્બોલ ઑફ યુનિટી’ થીમ પર BDB દ્વારા કરવામાં આવેલા આ અનોખા આયોજનને અમો આવકારી તેની સરાહના કરીએ છીએ.
આ ઐતિહાસિક યાત્રામાં સહભાગી દરેક યુવાનો ને અમો હૃદય પૂર્વક પુર્વક આવકારવા અત્યંત ઉત્સુક છીએ.આ યુવાનો માટે ચા-પાણી,નાસ્તા સહીતની તમામ જરૂરીયાત માટે પણ એક ટીમ ખડેપગે રાખવાની પણ વલ્લભ ભાઈએ માહીતી આપી હતી.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024