દિલ્હી:વિવિધ રમતમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓને દર વર્ષે ૨૯ ઓગસ્ટે સર્વોચ્ચ સન્માન અપાય છે. વર્ષ ૨૦૨૧ માટે પણ ખેલ પુરસ્કાર માટે નોમિનેશનની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. આવામાં ભારતીય ક્રિકેટ કેન્ટ્રોલ બોર્ડે પણ ખેલ રત્ન પુરસ્કાર માટે બે ખેલાડીઓના નામ આપ્યા છે.
આ લિસ્ટમાં સૌથી પહેલાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજનું નામ છે. જ્યારે પુરુષ ટીમના અનુભવી ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિનના નામની પણ ભલામણ કરવામાં આવી છે.
ઉપરાંત બીસીસીઆઇએ અર્જુન એવોર્ડ માટે પણ ખેલાડીઓના મોકલ્યા છે. આ એવોર્ડ માટે ઓપનર બેસ્ટમેન શિખર ધવન, કેએલ રાહુલ અને ઝડપી બોલર જસપ્રીત બુમરાહનું નામ મોકલવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજે હાલમાં જ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાના ૨૨ વર્ષ પૂરા કર્યા છે. જ્યારે અશ્વિને આ વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં ૪૦૦ વિકેટ લેવાનું કારનામું કર્યું છે.
BCCI to recommend R Ashwin and Mithali Raj for Khel Ratna Award ...
KL Rahul, Jasprit Bumrah and Shikhar Dhawan's names will be forwarded for the Arjuna Award
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024