આઈસીસી T-૨૦ વિશ્વકપ યુએઈમાં રમાશે : બીસીસીઆઈએ કરી સત્તાવાર જાહેરાત

29-Jun-2021

ન્યુ દિલ્હી,:ટી૨૦ વિશ્વકપના આયોજનને લઈને ચાલી રહેલી આશંકાઓ પર પૂર્ણવિરામ લાગી ગયું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (બીસીસીઆઈ)એ ર્નિણય કર્યો છે કે તેનું આયોજન યૂએઈમાં થશે. આજે બીસીસીઆઈ ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ જાણકારી આપી છે. બીસીસીઆઈ માટે આઈસીસીને પોતાના ર્નિણયની જાણકારી આપવા માટે આજે છેલ્લી તારીખ હતી. શુક્લાએ કહ્યું, તારીખો યથાવત રહેશે. આઈપીએલ બાદ ક્વોલિફાયર શરૂ થઈ જશે. ક્વોલિફાયર મુકાબલા ઓમાનમાં રમાશે. બાકી મેચ યૂએઈના દુબઈ, અબુધાબી અને શારજાહમાં રમાશે.

 

તેમણે કહ્યું, જ્યાં સુધી ટી૨૦ વિશ્વકપનો સવાલ છે, આજે આઈસીસીને ર્નિણયની જાણકારી આપવાનો છેલ્લો દિવસ હતો. તો અમે બીસીસીઆઈના બધા અધિકારીઓ સાથે એક કોન્ફરન્સ કોલ કર્યો. અમે વાત કરી અને કોવિડની સ્થિતિ પર ચર્ચા કરી. શુક્લાએ કહ્યું, બે-ત્રણ મહિના બાદ શું થવાનું છે કોઈને ખ્યાલ નથી. બધી વાતોને ધ્યાનમાં રાખતા ર્નિણય લેવામાં આવ્યો છે કે બીસીસીઆઈ આઈસીસીને જણાવશે કે વિશ્વકપ યૂએઈમાં શિફ્ટ કરી દેવામાં આવે કારણ કે ભારત બાદ તે યોગ્ય સ્થળ છે. અમે તેનું આયોજન ભારતમાં કરાવવા ઈચ્છતા હતા અને અમારી પ્રથમ પ્રાથમિકતા ભારત હતું.

 

બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આ વાતની પુષ્ટિ કરી છે. ગાંગુલીએ કહ્યું, ટી૨૦ વિશ્વકપનું આયોજન યૂએઈમાં થશે.

Author : Gujaratenews