સમુદ્રમાં ફસાયેલું ભારતીય જહાજ ડૂબ્યું, નૌસેનાએ 140થી વધુ લોકોને બચાવ્યા

18-May-2021

મહારાષ્ટ્રના તટ પર ચક્રવાતી તોફાન ત તાઉતેમાં ફસાયેલ ભારતીય જહાજ P-305 સમુદ્રમાં ડૂબી ગયું છે. આ ઘટના મુંબઈથી 175 કિમી દૂર હીરા ઓઈલ ફીલ્ડ્સ પાસે બની છે. ભારતીય નૌસેનાએ આ જહાજમાં સવાર 146 લોકોને બચાવી લીધા છે, જ્યારે 170થી વધુ લોકો હજી પણ લાપતા છે. જગ્યાએ વધુ એક ભારતીય જહાજ પણ ફસાયું છે.

જેમાં સવાર લોકોને બચાવવા માટે આઈએનએસ કોલકાતાને મોકલવામાં આવ્યું છે. આઈએનએસ કોલકાતા ભારતીય નૌસેનાનું જ જહાજ છે. જ્યારે સવારે ઓએનજીસીએ પણ સૂચના આપી કે, અત્યાર સુધી 148 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. બચાવ કાર્ય હજી પણ ચાલુ છે. ઓએનજીસી તરફથી જણાવવામાં આવ્યું કે ગંભીર ચક્રવાતી તોફાનના કારણે અરબી સમુદ્રમાં પશ્ચિમ-તટીય ક્ષેત્રોમાં ઓએનજીસીની એક પરિયોજના પર કામ કરી રહેલા એફકૉન્સના 3 નિર્માણ બાર્જ અને અન્વેષણ ઉદ્દેશ્ય માટે તહેનાત કર્મચારી આ દુર્ઘટનાનો શિકાર થયા છે. ઓએનજીસીએ કહ્યું કે પોતાના કર્મીઓ અને જહાજોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઓડીએજ અને એમઆરસીસીના સમન્વયમાં સંભવ તમામ ઉપાયો કરવામાં આવી રહ્યા છે.

Author : Gujaratenews