સુરતમાં સાંબેલાધાર વરસાદ, ઉમરપાડામાં નદી-નાળાઓમાં ઘોડાપૂર ,બારડોલીમાં વરસાદને કારણે વૃક્ષ સાથે 3 વીજપોલ ધરાશાયી, વરસાદથી અનેક વિસ્તાર પ્રભાવિત
18-Jul-2021
SURAT : સુરતના બારડોલી ( Bardoli)પંથકમાં લાંબા વિરામબાદ વરસાદ વરસતા અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, તો સાથે જ વરસાદ શરૂઆત થતાં સામાન્ય જનજીવન પર અસર થઇ હતી.ધોધમાર વરસાદ પગલે બારડોલીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.તલાવડી વિસ્તાર , ભરવાડ વસાહત , આશાપુરી મંદિર વિસ્તાર , મુદિત સર્કલ , આર ટી ઓ રોડ , તેમજ સુગર ગરનાળામાં પાણી ભરાયા હતા. બારડોલી ( Bardoli) ના ક્રિષ્ના નગર નજીક વૃક્ષ સાથે 3 વિજપોલ થયા ધરાશાયી થયા છે. વૃક્ષ બાજુમાંથી પસાર થતી એલટી વીજ લાઈન પર પડતા 3 જેટલા વીજપોલ પણ તૂટ્યા છે. જીવંત વિજતારો રસ્તા પર પડતા વાહનોની અવરજવર બંધ કરાઈ હતી અને ઘટનાની જાણ થતા જ DGVCL ના કર્મચારીઓ સ્થળ પર પહોચ્યા હતા અને આગળની કામગીરી હાથ ધરી હતી. સુરતમાં પણ વરસાદી માહોલ છવાયો છે વરાછા વેલંજા પુણાગામ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ને કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા છે .સુરત ગ્રામ્યના અલગ અલગ વિસ્તારમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉમરપાડા, માંગરોળ, કામરેજ, ઓલપાડ, બારડોલી સહિતના તાલુકામાં વરસાદે જોરદાર બેટિંગ કરી હતી. બારડોલી, કામરેજ, ઓલપાડ વિસ્તારમાં માત્ર બે કલાકમાં જ 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા.કામરેજ વિસ્તારમાં ભારે પવનના કારણે વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા હતા.તો વરસાદને પગલે ઘણા વિસ્તારમાં વીજપુરવઠો ખોરવાયો છે.જ્યારે ઉમરપાડા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસતા મોહન અને વિરા નદીમાં ઘોડાપૂર આવ્યું છે.બીજી તરફ સારો વરસાદ વરસતા ખેડૂતોના પાકને જીવનદાન મળ્યું છે.
વલસાડમાં સવારથી ધોધમાર વરસાદ
વલસાડ જિલ્લામાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ નિર્માણ પાણી છે, ઉમરગામમાં બે કલાકમાં સાડા આઠ ઇંચ ખાબકતા નદીનાળામાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, ભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ભરાયા છે. રસ્તાઓ પર પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે જિલ્લામાં ઠેર ઠેર પાણી ભરાયા ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યા છે રસ્તાઓ પર પાણી ભરાતા સોસાયીટીઓમાં પણ ભાણી ભરાઈ ગયા છે. ધોધમાર પડેલા વરસાદથી જનજીવન ખોરવાયું છે.
વાપીમાં સોસાયટીઓમાં પાણી ભરાયા
ઉમરગામમાં સૌથી વધુ 8.46 ઈંચ વરસાદ નોંધાયો છે જ્યારે નવસારીમાં ગઈ કાલ રાતથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ તરફ કપરાડામાં 1.42 ઇંચ, ધરમપુરમાં 3 ઇંચ, પારડીમાં 1.46 ઇંચ, વલસાડમાં 4.30 ઈંચ અને વાપી 6.30 ઈંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે.
દમણમાં છેલ્લા 24 કલાકમાં 9.48 ઇંચ વરસાદ
હવામાન વિભાગે ભારે થી અતિભારે વરસાદની આગાહી કરી હતી ત્યારે વહેલી સવાથી જ વલસાડમાં મેઘરાજા મહેરબાન થયા છે, મેઘરાજા સવારથી મન મૂકીને વરસી રહ્યા છે જેને લઈ વલસાડમાં પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી છે. સવારે 6 વાગ્યાથી 8 વાગ્યાના બે કલાકમાં વલસાડના ઉમરગામમાં 8.46 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે વહેલી સવારથી દમણમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો દમણમાં છેલ્લા 24 કલાકમાં 9.48 ઇંચ વરસાદ વરસ્યો છે.
અંબાલાલ પટેલે કરી છે મોટી આગાહી
રાજ્યમાં ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંતનું અનુમાન છે કે રાજ્યમાં હવેથી બે દિવસ બાદ ફરી ચોમાસુ સક્રિય થશે. 21જુલાઈથી ફરી ચોમાસુ સક્રિય થવાના એંધાણ આપ્યા છે. આગામી 22 જુલાઈથી ઉત્તર ગુજરાત સાબરકાંઠા મહેસાણા પાટણ પાટણ બનાસકાંઠા સહીત હળવો વરસાદ રહેશે તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર વડોદરા આણંદમાં મધ્યમ વરસાદ પડશે.
આજે રાજ્યના 57 તાલુકામાં વરસ્યો વરસાદ
સૌથી વધુ વલસાડના ઉમરગામમાં 9.5 ઈંચ વરસાદ
વાપીમાં 9 ઈંચ, જલાલપોરમાં સવા 6 ઈંચ
નવસારીમાં 5 ઈંચ, ગણદેવીમાં 5 ઈંચ વરસાદ
કામરેજમાં 5 ઈંચ, તિલકવાડામાં 5 ઈંચ વરસાદ
બારડોલીમાં સવા 4 ઈંચ, ચિખલીમાં સવા 4 ઈંચ
મહુવામાં 4 ઈંચ, ઉમરપાડામાં 4 ઈંચ વરસાદ
ડેડિયાપાડામાં પોણા 4 ઈંચ, ધરમપુરમાં 3.5 ઈંચ વરસાદ
પલસાણામાં 3.5 ઈંચ, પારડીમાં 3.5 ઈંચ વરસાદ
વ્યારામાં 3 ઈંચ, વાલોદમાં પોણા 3 ઈંચ વરસાદ
અંકલેશ્વરમાં 2.5 ઈંચ, માંડવિમાં 2.5 ઈંચ
નેત્રંગમાં 2.5 ઈંચ, નાંદોદમાં 2.5 ઈંચ વરસાદ
ડોલવણમાં 2 ઈંચ, કપરાડામાં 2 ઈંચ વરસાદ
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024