પ્રતિકાત્મક તસવીર
મંડાર (સિરોહીં) : ઝૂંપડા બનાવીને કોઇને મહિને 60 હજારથી પાંચ લાખની આવક થાય તેવું પણ હવે બની રહ્યું છે. લોકડાઉનને કારણે લોકોના ખિસ્સા ખાલી થઈ ગયા છે. તેમજ બજારમાં મંદીના માહોલમાં નવો કયો ધંધો શોધવો તેની પણ લોકો ચિંતામાં છે ત્યારે રાજસ્થાનના એક ઝૂંપડામાં રહીને 5 દીકરી અને 2 દીકરાનું ગુજરાન ચલાવીને જીવન ગાળતા રમેશ જોગીએ આફતને અવસરમાં ફેરવી નાખી છે. પતિ-પત્ની હવે વાંસની ડિઝાઇનર ઝૂંપડીઓ બનાવે છે, જેની બંગલા કે હોટલોમાં ભારે માંગ છે. આવી ઝૂંપડીનો એવો ક્રેઝ છે કે આબુ રોડ પર એક ઝૂંપડી સાડા પાંચ લાખ રૂ.માં વેચાઇ ચૂકી છે. ગ્રામ પંચાયત સોનાનીના પીથાપુરા જવાના રસ્તે 20 વર્ષથી ઝૂંપડામાં રહેતા રમેશ કુમાર જોગીની ઓળખ વાંસફોડિયા તરીકેની છે, કેમ કે આ પરિવાર વર્ષોથી વાંસની ગૃહોપયોગની છાબડી જેવી વસ્તુઓ બનાવતો હતો. 50-100 રૂ. કમાવી આપતી આ વસ્તુઓની હવે ગામડાંમાં પણ ડિમાન્ડ નથી. આ સ્થિતિમાં 5 દીકરી અને 2 દીકરા સહિતના પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ થઇ ગયું હતું. રમેશના જણાવ્યા મુજબ, તેઓ આ કામ 25 વર્ષ પૂર્વે જયપુર અને ઉદયપુરમાં સંબંધીઓને ત્યાં શીખ્યા હતા. રાજસ્થાનના મંડારમાં વાંસનો થોડો જથ્થો મળી જાય છે પણ વધારે ઓર્ડર હોય તો આસામથી મંગાવાય છે.
અગાઉ ઢાબા માટે વેચાતી રમેશની ઝૂંપડીઓ હવે હોટલો સુધી પહોંચી
. રમેશે બનાવેલી ઝૂંપડીઓ શરૂમાં ગામ-કસ્બાના ઢાબા માટે વેચાતી હતી. ધીમે-ધીમે તેમની માગ મોટી હોટલો સુધી પહોંચી. રમેશે પણ ડિઝાઇનમાં ફેરફાર કર્યા અને હોટલ બંગલામાં માગ વધતી ગઇ. મારવાડી, શાહી શૈલીની આ ઝૂંપડીઓ કોઇ પણ પ્રકારની મશીનરીની મદદ વિના બને છે. હવે 45 હજારથી સાડા પાંચ લાખ રૂ. સુધીની ઝૂંપડીઓના ઓર્ડર મળવા લાગ્યા છે. પરિવાર મહિને 60 હજાર રૂ. કમાઇ લે છે.
10 દિવસમાં ઝૂંપડી તૈયાર, ગુજરાત સુધી ડિમાન્ડ: ઝૂંપડીઓની ડિઝાઇન એવી હોય છે કે વરસાદના છાંટા પણ અંદર નથી આવતા કે વાવાઝોડામાં પણ નુકસાન નથી થતું. માઉન્ટ આબુ તેમ જ ગુજરાતના પાલનપુર, મહેસાણા, સિદ્ધપુર સહિતના સ્થળોએ હોટલ, ઢાબા, ફાર્મ હાઉસ તેમ જ બંગલામાં મૂકવા માટે આવી ઝૂંપડીઓની ડિમાન્ડ રહે છે. એક ઝૂંપડી તૈયાર કરતા ઓછામાં ઓછા 10 દિવસ લાગે છે. તેના નિર્માણ અને રંગોની સજાવટમાં ૨મેશ કુમારને તેમના પત્ની ઉગમ દેવી પણ મદદ કરે છે.
આબુ રોડની એક હોટલમાં બનેલી આ ઝૂંપડી પાછળ ખર્ચાયા 5.5 લાખ રૂપિયા જોગીએ વાંસની ઘરેલુ વસ્તુઓના બદલે નવો ટ્રેન્ડ અપનાવી નસીબ ચમકાવ્યું. ઝૂંપડામાં રહીને ડિઝાઇનર ઝૂંપડીઓ બનાવવા લાગ્યા, હોટલ-બંગલા માટે લાખોમાં વેચાય છે
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024