ધર્મ મુદ્દે રાજકારણ ગરમાયું, ગોડાદરામાં AAPના અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાના પૂતળાનું દહન, બજરંગ સેનાના 10 વધુ કાર્યકર્તાઓને ડિટેઈન કરાયા

04-Jul-2021

હિંદુ ધર્મ વિરુદ્ધ જે પ્રકારની વિવાદાસ્પદ ટિપ્પણી કરે છે તેને લઈને ગોડાદરા વિસ્તારમાં મહારાણા પ્રતાપ ચોક ખાતે બજરંગ સેના દ્વારા આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. પૂતળા દહન દરમિયાન અરવિંદ કેજરીવાલ અને ગોપાલ ઇટાલીયાના વિરોધમાં સુત્રોચ્ચાર કરવામાં આવ્યાં હતાં.

પોલીસે અટકાયત કરી: ઘટનાની જાણ પોલીસે બજરંગ સેનાના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. બજરંગ સેનાના 10 વધુ કાર્યકર્તાઓને ડિટેઈન કરી લેવામાં આવ્યાં હતાં. ગોપાલ ઇટાલીયાએ તાજેતરમાં જ આ મામલો વધુ ન વણશે તેને લઈને પોતાના નિવેદનને લઈને માફી પણ માંગી હતી.જોકે હજી પણ આ મામલો શાંત થાય તેવું દેખાઈ રહ્યું નથી.

Author : Gujaratenews