આજે ગુરૂઆશ્રમ બગદાણામાં ગુરુપૂર્ણિમાની ઉજવણી, જુઓ જીવંત પ્રસારણ: બજરંગદાસ બાપાના ભક્તો દર્શન માટે પહોંચ્યા

24-Jul-2021

કોરોના મહામારીના વર્તમાન દિવસોને લીધે સરકારની ગાઈડ લાઈન મુજબ આ વર્ષે ગુરૂ પૂર્ણિમાની ઉજવણી બંધ રહેશે તેવી જાહેરાત ટ્રસ્ટ અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા કરાઇ છે. મોરારી બાપુ દ્વારા તલગાજરડામાં આ વર્ષે ગુરૂ પુર્ણિમાએ કોઇ કાર્યક્રમ નહીં યોજાઈ તેવી જાહેરાત કરવામાં આવી હતી.

ગોહિલવાડના પ્રખ્યાત તીર્થ સ્થળ અને બજરંગદાસ બાપાના ધામ બગદાણા ખાતે પણ ગુરુપૂર્ણિમા મહોત્સવની આજે શનિવારે ઓનલાઇન ઉજવણી કરાઈ રહી છે.  બજરંગદાસ બાપાના ધામ બગદાણા  ગુરૂઆશ્રમ ખાતે સવારના સવારના 7. 30થી 9. 30 સુધી પૂજા વિધિ અને ધજા પૂજન, ધ્વજારોહણ અને પરંપરાગત ગુરૂ પૂજનના કાર્યક્રમો થશે. ત્યાર બાદ 9:30થી આરતી ,થાળ વગેરે થશે. મહોત્સવના દર્શન તેમજ પૂજનનો લ્હાવો લક્ષ ચેનલ, youtube ચેનલ, facebookના માધ્યમથી જીવંત પ્રસારણ દ્વારા સૌ ભાવિક ભક્તજનોએ ઘર બેઠા દર્શન પૂજનનો લાભ લેવા જણાવાયું છે.

Author : Gujaratenews