અરવલ્લી : વાવડી દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી અને સાબર ડેરીના સંયુક્ત ઉપક્રમે હનુમાનજી મંદિર ખાતે સાબર ડેરીના ડિરેક્ટર ડૉ. વિપુલભાઈ પટેલની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. કાર્યક્રમમાં ઉપસ્થિત મંડળીના સભાસદોને દૂધ વ્યવસાયના ઉજળા ભવિષ્યને ધ્યાને લઈ વિપુલભાઈ એે પ્રાસંગિક ઉદ્બોધનમાં દૂધ ઉત્પાદક સભાસદોના ઉત્કર્ષ માટે સાબર ડેરી સતત પ્રયત્નશીલ છે અને પોષણક્ષમ દૂધના ભાવ આપવા કટિબદ્ધ હોવાનું જણાવેલ વધુમાં પશુપાલન વ્યવસાયના વિસ્તરણ અને વિકાસ માટે સાબર ડેરી અને સરકારની વિવિધ યોજનાઓ અંગે સાબર ડેરીના અધિકારી ડૉ.જે કે પટેલ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ માં સાબર ડેરીના અધિકારીઓ દિલીપભાઈ, બિપીન ભાઈ, જીગ્નેશભાઈ, નિલેશભાઈ તથા મંડળીના ચેરમેન રમેશભાઈ, સેક્રેટરી જગદીશભાઈ, સરપંચ અને બહોળી સંખ્યામાં સભાસદ હજાર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024