સોમવારથી ફરી દોડશે AMTS-BRTS, ટર્મિનલમાં બસોના સેનિટાઇઝની કામગીરી હાથ ધરાઇ

06-Jun-2021

 

એક તરફ, પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે અને રિક્ષાચાલકો બેફામ લૂંટ ચલાવે છે, ત્યારે ફરી સોશિયલ ડિસ્ટન્સ અને કોરોનાની ગાઈડલાઈન્સ સાથે AMTS અને BRTS બસ સેવા ફરી શરૂ કરવામાં આવે એવી લોકો માગ કરી રહ્યા છે.શહેરમાં કોરોનાના કેસોમાં ઘટાડો થતાની સાથે જ એએમસી દ્વારા એક મહત્વપૂર્ણ લેવાયો છે. શનિવારે આ મામલે એએમસી દ્વારા શહેરમાં AMTS-BRTS બસો દોડાવવાનો નિર્ણય જાહેર કર્યો છે.

અમદાવાદ શહેરમાં છેલ્લા 2 મહિનાથી શહેરમાં બસોનું પરિવહન બંધ હતું. જે હવે રાબેતા મુજબ શરુ થશે. સાથે જ બસોના મરમત્તની કામગીરી પણ હાથ ધરાઇ હતી. છેલ્લા 2 મહિનાથી બસો ટર્મિનલમાં બંધ હાલતમાં પડી હતી. જેથી સોમવારથી બસો ચાલુ થતી હોવાથી સેનિટાઇઝ સહિતની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.

કોરોનાને કારણે છેલ્લા બે મહિનાથી AMTS અને BRTS બસ સેવા બંધ છે. AMTS બસસેવા પહેલાંથી જ ખોટમાં ચાલી રહી છે. ત્યારે કોરોનાને કારણે ફરી મોટી આર્થિક કટોકટીનો સામનો AMTSને કરવો પડી રહ્યો છે. અધિકારીઓ અને કર્મચારીઓને પગારના ચૂકવવામાં ફાંફાં પડી રહ્યાં છે. લાખો રૂપિયાનો પગાર કરવાનો હોય છે અને કોન્ટ્રેક્ટની બસોને પણ કેટલાક ટકાની રકમ ચૂકવવાની હોય છે. 

નોંધનીય છેકે AMTS-BRTS બસોમાં 50 ટકા મુસાફરોને જ બેસાડવામાં આવશે. અને, શહેરમાં સીટી બસ સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી જ ચાલું રહેશે.દૈનિક માત્ર 3 લાખની આસપાસ લોકો સિટી બસનો ઉપયોગ કરતા હતા. AMTSને આશરે 12 કરોડ જ્યારે BRTSને 9 કરોડની આસપાસ નુકસાન થયું છે. સાથે જ કોન્ટ્રાક્ટ પર કામ કરતા ડ્રાઇવર્સ અને કંડકટર્સની રોજગારી પણ બંધ પડી ગઈ છે. જે સરકારે રાજયના તમામ શહેરોમાં પચાસ ટકા ક્ષમતા સાથે શહેરીબસ સેવા શરૂ કરવા ગાઈડલાઈન આપી દીધી છે.

Author : Gujaratenews