ભાણવડના ગ્રામ્ય પંથકમાં 9 ઈંચ જેટલો વરસાદ, 24 કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ દાતા અને સુઈગામ પંથકમાં વરસ્યો
20-Jun-2021
હાલ રાજ્યભરનાં (Gujarat) વાતાવરણમાં પલટો આવ્યો છે. ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં મેહુલિયો મહેરબાન (heavy rainfall) થયો છે. ત્યારે હજી રાજ્યમાં આજે અને આવતીકાલે અનેક જગ્યાએ વરસાદની આગાહી (rain forecast) કરવામાં આવી છે. જેમાં જામનગર, દેવભૂમિ દ્વારકામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. તો અન્ય વિસ્તારોમાં છૂટોછવાયો ભારે વરસાદ પડી શકે છે. પવનની ગતિ 50થી 60 કિમી પ્રતિ કલાક રહેશે. તો જો વરસાદનાં આંકડાની વાત કરીએ તો બનાસકાંઠા પંથકમાં 24 કલાક દરમિયાન સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ જ્યારે સુઇગામમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતુ. કચ્છનાં અંજારમાં પાંચ ઈંચ, ગાંધીધામમાં ત્રણ ઈંચ, મુન્દ્રામાં બે ઈંચ અને ભચાઉમાં એક ઈંચ વરસાદ પડયો હતો. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ઉમરપાડામાં 2.4 ઈંચ વરસાદ નોંધાયો છે.ભાણવડના ગ્રામ્ય પંથકમાં 9 ઈંચ જેટલો વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. તેમજ ગડુમાં 5 અને માંગરોળ 4, મેંદરડા 3, બાબરા 3, ધોરાજીમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજકોટ શહેરમાં બે ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. જૂનાગઢ શહેરમાં સવારે 10 વાગ્યા બાદ એક કલાકમાં અડધો ઈંચ વરસાદ પડયો હતો. જેના કારણે સામાન્ય જનતા અને જગતનાં તાતએ હાશકારો અનુભવ્યો હતો.હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજી ચાર દિવસ વરસાદ વરસવાની શક્યતાઓ છે. આજે રવિવારે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024