અમદાવાદના નરોડામાં કેપિટલ કોર્મશિયલ કોમ્પલેક્સમાં ભીષણ આગ લાગી છે.નરોડા સ્મશાન ગૃહની પાછળ આવેલા કોમર્શિયલ કોમ્પલેક્સમાં આગ લાગી છે.આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગની 6 ગાડીઓ ઘટના સ્થળે રવાના થઈ છે. આ કોમ્પલેક્સમાં કોવિડ હોસ્પિટલ હોવાની વાત સામે આવી છે. ત્યા સુધી આગ પહોંચી છે. ફાયરનો કાફલો ઘટના સ્ધળે હોવાથી લોકોને ખસેડવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. એસીમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું ફાયરનું માનવું છે.
Author : Gujaratenews



14-Dec-2025