પત્નીને કહ્યું આઇ લવ યુ ટીના, દીકરીને કહ્યું આઇ લવ યુ દીયા, સુરતના 33 વર્ષના યુવકનો વ્યાજખોરોના ત્રાસથી ફાંસો

13-May-2021

ફાઈલ તસવીર : મૃતક અલ્પેશ પટેલ

સુરતના વ્યાજખોરોની ધમકી આપી કહ્યું કે પૈસા નહીં આપો તો તમારી પત્નીને અમે ઉંચકી લઈ જઈશું
અડાજણમાં કપડાનો ઓનલાઈન વેપાર કરતા યુવકનો વ્યાજખોરોના ત્રાસથી આપઘાત વ્યાજખોરોના નામો લખેલી 3 પાનાની સ્યૂસાઇડ નોટ મળી આવી

સુરત : ‘આઇ લવ યુ ટીના, આઇ લવ યુ દીયા, આ lifeમાં હુ તને સાથ નથી આપી શક્યો ને મારી છોકરીને પણ હું ભગવાન પાસે જાવ છું ત્યાં એમને કહીશ કે આતો જનમ આપે તો તારા જેવી wife ને દિયા (Diya) જેવી છોકરી પાછી આપે પણ મારા માં બાપને મારા જેવો છોકરો નય આપે એ લોકોને કેટલું હેરાન કરું છું, એ લોકોને મારો ભાઈ જેવો છોકરો આપે, ભાઈ બધાનું ધ્યાન રાખજે બસ, મારે મરવું નથી પણ જીવવા કોઇને દેવાનું નથી. મારે કોઇને પૈસા આપવાના થતા નથી. એ લોકો પાસે મારા ચેક છે, જેથી એ લોકો મને બ્લેક મેઇલ black mail કરે છે. મારી ફેમિલી family કે પછી wifeને કોઇ પણ હેરાન કે પરેશાન કરવું નહીં, પ્રિન્સ prince પાસે મારુ લેપટોપ leptop અને ટેબ teb છે. CPU પન લેવાનું છે
officeમાં બધો સામાન મારો છે. BOBમાં salary આવશે. એનો પાસવર્ડ 1109 છે. પપ્પાની બાઇક ઓફિસની નીચે પાર્કિંગમાં છે. ચાવી ઓફિસમાં છે, 
I Love U Tina
Love u Diya

મને વસંતભાઈ, વિક્કી, વિકાસ, વાસુ, ફેનિલ અને કૈલાશભાઈ એટલું પ્રેશર કરે છે, જેથી કરીને હું આ પગલું ભરું છું, મે એને કીધું હતું કે, છ મહિનાથી બિઝનેસમાં નુકસાન થયું છે. ધીમે-ધીમે કરીને તમારા પૈસા આપીશ પણ એ લોકો મને કહે છે કે તમે મરી જાવ તો વાંધો નહિ, અમને એમ થશે કે અમે પૈસા નથી કમાયા, પણ તમે જીવો છો તો અત્યારે પૈસા આપો અને નહિ આપો તો તમારા ઘરની બહાર બેસી આખી સોસાયટીમાં તમારી ઈજ્જતની વાટ લગાવીશું, આ બધાએ મારી પાસેથી મારી વાઇફનો ચેક લીધો છે. જેમાં સહી એણે જાતે કરી છે અને મને કહે છે તમે મરો તો તમારી વાઇફ પાસેથી પૈસા લઈશું, નહિ આપે તો એને ઊંચકી જઈશુ. હું આ બધાથી કંટાળી ગયો છું અને મરી જવું છું, સોરી, મરવું એ ઉપાય નથી પણ ઇજ્જત વગર જીવવું પણ નકામું છે.
લિ.
A.S.Patel

કદાચ આ ત્રણ પાનાની સુસાઇડ નોટ કોઇના જીવનમાં તેની આખી જિંદગીના લેખાજોખા આંકી જતી હોય છે. પોતાનો પરિવાર જ સર્વસ્વ માનતા યુવકો જ્યારે વ્યાજના વિષચક્રમાં ખૂંપી જાય ત્યારે તેને બહાર કાઢનારુ કોઇ ન મળે અને આખરે જીવન ટુંકાવી લેતા હોય છે.

અડાજણમાં કપડાનો ઓનલાઇન બિઝનેસ કરતા 33 વર્ષીય યુવકે વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરી લીધો છે. યુવકે ધંધા માટે બેથી 3 લાખ જેટલી રકમ વ્યાજે લીધી હતી. આ રૂપિયા માટે વ્યાજખોરો સતત દબાણ કરતા કરતા હતા. જેથી મનમાં અને મનમાં મુંજાયા કરતા યુવકે પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસની તપાસમાં વ્યાજખોરોના નામો લખેલી 3 પાનાની સ્યૂસાઇડ નોટ મળી આવી હતી. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.
અડાજણમાં પાલનપુર પાટિયા પાસે રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા 33 વર્ષીય અલ્પેશ શંકરભાઈ પટેલે બુધવારે સવારે પંખામાં દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો. અલ્પેશની પત્ની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે. બુધવારે સવારે અલ્પેશ પત્નીને હોસ્પિટલ પર ઉતારી ઘરે આવી આ પગલું ભર્યું હતું. મૃતકને સંતાનમાં 6 વર્ષની દીકરી છે. 
આપઘાત પાછળ વ્યાજખોરોની ઉઘરાણી હોવાનું પરિવાર દ્વારા જાણવા મળ્યું છે. ગયા લોકડાઉનમાં અલ્પેશની નોકરી ચાલી જતા તેણે કપડાનો ઓનલાઇન બિઝનેસ શરૂ કર્યો હતો. કપડાના બિઝનેસ માટે તેણે વ્યાજખોરો પાસેથી બેથી અઢી લાખની રકમ વ્યાજે લીધી હતી. છેલ્લા છ મહિનાથી બિઝનેસમાં ખોટ જતી હતી. ઉપરથી ફાઇનાન્સરો રૂપિયાની ઉઘરાણી કરતા હતા. જેથી તે સતત ટેન્શનમાં રહેતો હતો. ફાઇનાન્સરોએ તેની ગાડી પણ જબરજસ્તી લઈ લીધી છે અને તે ગાડી પત્નીના નામે છે. આથી તેણે વ્યાજખોરોના ત્રાસને કારણે આપઘાત કર્યો હોવાની વાત સામે આવી રહી છે. હાલમાં અડાજણ પોલીસે સ્યૂસાઇડ નોટ કબજે કરી આગળની તપાસ શરૂ કરી છે. હાલ પોલીસ વસંતભાઈ, વિક્કી, વિકાસ, વાસુ, ફેનિલ અને કૈલાશભાઈ નામનો સુસાઇડ નોટમાં નામનો ઉલ્લેખ છે તેમની પુછપરછ માટે હાજર થવા કહ્યું છે.

Author : Gujaratenews