BREAKING / વેલંજા મારામારીના કેસમાં PAAS નેતા અલ્પેશ કથીરિયા જેલમુક્ત, AAP અને કોંગ્રેસના નેતાઓ સ્વાગત કરવા પહોંચ્યા
15-Jul-2021
પ્રતિકાત્મક તસવીર
સુરત : ભીલીસ્થાન ટાઈગર સેનાના એડવાઈઝરે પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા અલ્પેશ કથીરિયા સામે સુરત જિલ્લાના અમરોલી પોલીસ સ્ટેશનમાં લૂંટ અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી,સુરતના વેલંજામાં મારામારી કેસમાં અલ્પેશ કથીરિયા પાંચ મહિનાથી જેલમાં બંધ હતો. અલ્પેશને હાઈકોર્ટમાં જામીન મળતા પાંચ મહિના બાદ જેલમાંથી મુક્ત થયો છે. મંગળવારના રોજ હાઇકોર્ટે અલ્પેશ કથીરિયાના જામીન મંજૂર કર્યા હતા. હાઇકોર્ટના આદેશ બાદ આજે ગુરૂવારના રોજ અલ્પેશ કથીરિયા 4:30 વાગ્યા બાદ જેલથી બહાર આવશે. જેને લઇને પરિવાર અને પાસ સમિતિમાં આનંદની લાગણી ફેલાઇ હતી. અલ્પેશ કુમાર જેલથી નીકળ્યા બાદમાં માં ખોડલ અને માતા ઉમિયાના મંદિરમાં જઇને દર્શન કરશે અને ત્યારબાદ વરાછા ખાતે સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર કરશે. હાર્દિક પટેલ બાદ પાટીદાર અનામત આંદોલન સમિતિમાં સૌથી મોટો ચહેરો અલ્પેશ કથીરિયા છે. સાડા ચાર મહિના બાદ અલ્પેશ જેલ બહાર આવશે. અલ્પેશ જેલવાસ ભોગવી બહાર આવતાની સાથે સુરતમાં રાજકીય માહોલ ગરમાય તેવી સંભાવના. અગત્યની વાત છે કે, હાલ મોટા ભાગના પાસના કાર્યકરો આમઆદમી પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે. જ્યારે આપના કોઈ નેતા અલ્પેશને જેલમાં મળવા ગયા નથી જે અંગે પાસ કન્વીનર ધાર્મિક માલવીયાએ જણાવ્યું હતું કે, પાસને કોઈ રાજકીય પક્ષની જરૂર નથી. પાસ સમાજ માટે કામ કરે છે. આવનારા દિવસોમાં શું રણનીતિ હશે. તે તમામ સભ્યો સાથે ચર્ચા કરી જણાવવામાં આવશે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024