એલોવેરામાં અનેક પ્રકારનાં વિટામિન, પ્રોટીન અને મિનરલ્સ હોય છે, જે મેળવવા માટે આપણી ત્વચાને સંઘર્ષ કરવો પડે છે. એલોવેરા જેલ આપણી ત્વચાને આ બધી ચીજોની જરૂરત પૂરી કરવામાં મદદ કરે છે. તો ચાલો જાણીએ એલોવેરા વિશે...
ક્યા ખૂબ લગતી હો, બડી સુંદર દીખતી હો...! કોણ સુંદર દેખાવા નથી માગતું? પણ ઘણી વાર તમારા ચાંદ જેવા ચહેરા પર ખીલ, દાગ, ધબ્બા અને કરચલીઓ દેખાવા માંડે છે. આજકાલના પ્રદૂષિત વાતાવરણ અને અવ્યવસ્થિત જીવનશૈલીને કારણે તમે તમારા ચહેરાની ચમક ગુમાવવા માંડો છો અને અનેક બ્યુટી પ્રોડક્ટ્સના રવાડે ચઢી જાઓ છો જેથી કરીને તમારા ચહેરાની ચમક પાછી લાવી શકો, પણ દાણી વાર આ બધાં પ્રોડક્ટ્સ તમારી ત્વચાને હાનિ પહોંચાડે છે. એટલા માટે સેન્સિટિવ ત્વચાવાળા લોકો પ્રાકૃતિક ઘરેલુ ઉપાય અપનાવવાનું પસંદ કરે છે.
જો તમે પણ ગાંઠના ગોપીચંદન ખર્ચ્યા વિના સસ્તામાં તમારી ત્વચા ચમકદાર બનાવવા માગો છો તો તમારા માટે એલોવેરા જેલથી બહેતર કોઇ વિકલ્પ નથી. એલોવેરા જેલમાં ઘણા હર્બલ અને ઔષધીય ગુણ હોય છે, જેને કારણે એ આપણી ત્વચા અને વાળથી સંબંધિત ઘણી પરેશાની દૂર કરવામાં મદદગાર સાબિત થાય છે. ચાલો આપણે જાણીએ કે એલોવેરા જેલ તમારા ચહેરા માટે કેવી રીતે એક ચમત્કારી ઔષધીનું કામ કરે છે. સામાન્ય રીતે એલોવેરા જેલનો ઉપયોગ એક કોસ્મેટિકની રીતે કરવામાં આવે છે. શું તમે જાણો છો કે એને યોગ્ય રીતે તૈયાર કર્યા બાદ જ્યુસની જેમ પી પણ શકાય છે.
ચહેરા પર એલોવેરા જેલ લગાવવાનો શું ફાયદો છે? : એલોવેરા જેલમાં ૭૫ જુદા જુદા -કારનાં તત્ત્વો હોય છે, જેમાં વિટામિન્સ, મિનરલ્સ, સેલિસિલિક એસિડ, લિગ્નિન, સૈપોનિન, શુગર્સ મુખ્ય છે.
તમને એ જાણવામાં રસ હશે કે એલોવેરા જેલનો ઉપયોગ કેવી રીતે કરીએ જેથી એ વધુમાં વધુ ફાયદો કરે. તો આપણે કેટલાક ઘરેલુ નુસખા સરળ દારેલુ જોઇએ.
ચહેરા માટે એલોવેરા
લેપ: તાજી એલોવેરા જેલ લો અને તેમાં જૈતુન કે નારિયેળનું તેલ મેળવો. તેલ કરતાં અડધી માત્રામાં એમાં મીણ મેળવો. ડબલ બોયલરમાં આ મિશ્રણને ગરમ કરો અને ત્યાર બાદ ઠંડુ કરી એક બોટલમાં ભરી લો.
એલોવેરા જેલને રાતભર ચહેરા પર લગાવી રાખવાના ફાયદા: તમારા ચહેરા પર શુદ્ધ એલોવેરા જેલથી મસાજ કરવાના અને રાતભર ચહેરા પર લગાવી રાખવાના જબરદસ્ત ફાયદા છે. સૌથી પહેલાં એક ફેસવોશથી ચહેરો ધોઇ નાખો અને સારી રીતે લૂછી લો. શુદ્ધ એલોવેરા જેલને ચહેરા પર લગાવો. તમે ઇચ્છો તો એમાં ઇસેન્શિયલ ઓઇલ પણ મિક્સ કરી શકો છો. ચહેરા પર હળવે હળવે માલિશ કરો અને એને રાતભર રહેવા દો. નિયમિત રીતે આ પ્રમાણે વપરાશ કરવાથી તમે તમારા ખૂબસૂરત ચહેરા પર નિખાર મેળવશો અને સાથે જ જો આપની ત્વચા ટેન છે કે એના પર ખીલ છે તો ધીરે ધીરે એ ગાયબ થઇ જશે.
વિટામિન ઇ સાથે ચહેરા માટે હાઇડ્રેટિંગ એલોવેરા જેલ : વિટામિન
ઇ તેલની સાથે એલોવેરા જેલ મેળવો. સાઇટ્રિક એસિડ અને ઇસેન્શિયલ ઓઇલ એમાં મેળવો. રોજ વપરાશ માટે એને એક બોટલમાં ભરી લો.એલોવેરા ફેસ સ્ક્રબપેંકના પ્રમાણમાં એલોવેરા જેલ અને ગ્રાઉન્ડ ઓટમીલ મેળવો. ખરાબ થવાથી બચવા માટે એક ચપટી બેકિંગ સોડા પણ એમાં મેળવો. તમારા રેગ્યુલર સ્ક્રબની જેમ એનો વપરાશ કરો.
કાકડી સાથે આ જેલને તમારા ચહેરા અને આંખોની આસપાસ લગાવોઃ એલોવેરા જેલ અને કાકડીને એકસાથે મિકસરમાં વાટો મે જાળીદાર કપડામાં નાખી રસ નીચોવી લો. વિચ હેજેલ અને જિલેટિનને એમાં મેળવો. ધીરે ધીરે મેળવતા જાઓ અને પછી હળવી આંચ પર એને ગરમ કરો. મિશ્રણને ગાઢ થવા સુધી ગરમ કરો. મિશ્રણને ઠંડું કરો અને એમાં કાકડી અને જેલમાંથી કાઢેલો રસ મેળવો. એક બોટલમાં એને ભરી લો અને નિયમિતરૂપે એનો વપરાશ કરો.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024