અમેરિકાનુ અલાસ્કા 8.2ની તીવ્રતાના ભૂકંપથી ધણધણ્યુ,સુનામીની ચેતવણી પણ અપાઈ

29-Jul-2021

નવી દિલ્હી,તા.29 જુલાઈ 2021,ગુરૂવાર: અમેરિકાના અલાસ્કા રાજ્યમાં બુધવારે રાતે ભયાનક ભૂકંપના કારણે ધરતી ધ્રુજી ગઈ હતી. ભૂકંપની તિવ્રતા રિક્ટર સ્કેલ પર 8.2 નોંધાઈ છે.

અમેરિકાના અલાસ્કા પેનિનસુલામાં બુધવારે રાતે ભયાનક ભૂકંપના આંચકા મહેસૂસ થયા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 8.2 હતી. આ આંચકા એટલા તેજ હતા કે ત્યારબાદ સુનામીની ચેતવણી આપવામાં આવી છે. આંચકાના કારણે ભયાનક તબાહીની આશંકા સેવાઈ રહી છે. હાલ ભૂકંપની થનારા નુકસાન અંગે જાણકારી માટે રાહ જોવાઈ રહી છે. 

અમેરિકી જિયોલોજિકલ સર્વેએ રાતે 11.15 વાગે સપાટીથી 29 માઈલ નીચે ભૂકંપ મહેસૂસ કર્યો. તેની અસર કેન્દ્રથી ઘણી દૂર સુધી થઈ છે. USGS ના જણાવ્યાં મુજબ ઓછામાં ઓછા વધુ બે આંચકા આવ્યા છે. જેની તીવ્રતા 6.2 અને 5.6 જણાવવામાં આવી છે. છેલ્લા સાત દિવસમાં આ વિસ્તારના 100 માઈલની અંદર 3ની તીવ્રતાથી વધુનો ભૂકંપ આવ્યો નથી. 

આ આંચકા બાદ દક્ષિણ અલાસ્કા, અલાસ્કાના પેનિનસુલા અને Aleutian ટાપુ પર સુનામીની ચેતવણી અપાઈ છે. દેશના પશ્ચિમી તટ પર થનારા નુકસાનનું આકલન થઈ રહ્યું છે. 

ખુબ જ સક્રિય છે અલાસ્કા વિસ્તાર

NWS Pacific Tsunami Warning Center એ પ્રશાંત મહાસાગરના તટ પર સુનામીની ચેતવણી જારી કરી છે. અલાસ્કાPacific Ring of Fire માં આવે છે. જેને સિસ્મિક એક્ટિવિટીમાં ખુબ સક્રિય ગણાય છે. અહીં માર્ચ 1964માં ઉત્તર અમેરિકાનો સૌથી વિનાશકારી ભૂકંપ નોંધાયો હતો. જેની તીવ્રતા 9.2ની હતી. તેણે Anchorage, અલાસ્કાની ખાડી, અમેરિકાનો પશ્ચિમ તટ અને હવાઈ પર ભારે તબાહી મચાવી હતી. ભૂકંપ અને સુનામીમાં 250થી વધુ લોકોના મોત થયા હતા. 

અમેરિકન જિઓલોજીકલ સર્વે દ્વારા રાતે 11-15 વાગ્યે ધરતીની સપાટીથી 29 માઈલ નીચે ભૂકંપ આવ્યો હોવાનુ કહેવાયુ હતુ. એ પછી બીજા બે આફ્ટરશોક્સ આવ્યા હતા. તેની તિવ્રતા 6.2 અને 5.6 બતાવવામાં આવી છે.

 

ભૂકંપના આંચકા બાદ દક્ષિણ અલાસ્કા, એલ્યુશિયન ટાપુ પર સુનામીની ચેતવણી અપાઈ છે. ગુઆમ અને હવાઈ ટાપુને પણ સતર્ક રહેવા માટે કહેવાયુ છે. લોકોને કિનારાઓ પરથી દુરના સ્થળે હટી જવા માટે ચેતવણી અપાઈ છે.

ભૂકંપના કારણે રાજ્યના પશ્ચિમ તટ પર નુકસાન થયુ હોવાની શક્યતા છે. અલાસ્કા ભૌગોલિક રીતે પેસિફિક રિન્ગ ઓફ ફાયરમાં આવે છે. જ્યાં ભૂસ્તરીય હિલચાલ વધારે છે. 1964માં અહીંયા અમેરિકાના ઈતિહાસનો સૌથી વિનાશક ભૂકંપ આવ્યો હતો. તેના કારણે હવાઈ ટાપુ પર તબાહી મચી હતી અને સુનામીમાં 250 લોકોના મોત થયા હતા.

Author : Gujaratenews