અમદાવાદ શહેરમાં લૂંટના કિસ્સાઓ દિવસે દિવસે વધતા જોવા મળી રહ્યા છે. ત્યારે આજે શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં ધોળા દિવસે આંગડિયા પેઢીના કર્મચારીની આંખમાં મરચુ નાખી બે કરોડની લૂંટ થઈ છે. મહેન્દ્ર સોમા પટેલની પેઢીનો કર્મચારી આ લૂંટારુઓને ભોગ બન્યો છે. જો કે, આ લૂંટને અંજામ આપી ફરાર થનાર આરોપીને નજીકમાં જ ઉભેલી વસ્ત્રાપુર પોલીસે પકડી પાડ્યો હતો. પોલીસે આરોપી સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.આ ઘટના વસ્ત્રાપુર તળાવ પાસે આવેલ IDBI બેંક પાસે બની હતી. જ્યારે આંગડિયા પેઢીનો કર્મચારી બેંકમાંથી રૂપિયા ભરેલી બેગ લઈને ગાડીની પાસે આવે છે તેની રેકી કરી રહેલ એક ઈસમે આંગડીયા પેઢીના કર્મચારીની આંખમાં મરચાની ભૂકી નાખીને કારની પાછળની સીટમાં રહેલ થેલો લઈને ફરાર થઈ ગયો છે. આ સમગ્ર ઘટના એક દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
આ જ સમયે ત્યાં હાજર એક પીએસઆઈ અને અન્ય પોલીસ કર્મીએ લૂટારાને ઝડપી પાડ્યો હતો. અને તેની પાસેથી રૂપિયા ભરેલો થેલો કર્મચારીને પરત આપ્યો હતો. જો કે આંગડીયા પેઢીના માલિકો 12 લાખ રૂપિયા પરત લઈને પોલીસ સ્ટેશને આવ્યા હતા. આમ આ મામલે હવે નવી ગુંચવણ ઉભી થઈ છે. 2 કરોડની લૂંટ થઈ અને માલિક 12 લાખ રૂપિયા લઈને પોલીસ સ્ટેશને આવ્યો. પોલીસ આ 12 લાખ રૂપિયા જપ્ત કરશે અને આગળની કાર્યવાહી હાથ ધરાશે.2 કરોડની લૂંટના પ્રયાસ માં ઝડપાયેલ આરોપી છે અંકુર સોની છે. 25 વર્ષનો અંકુર ચંદલોડિયાનો રહેવાસી છે. આ આરોપી સી જી રોડની આંગડિયા પેઢીમાં આવતો જતો હતો. જેથી બપોરે 3.30 વાગે કર્મચારી સુનિલ ચૌહાણ આંગડિયા પેઢીથી idbi બેંકમાં પૈસા ઉપડવા નીકળ્યા. ત્યારે અંકુર એક્ટિવા લઈને ત્યાં પહોંચ્યો. આંખમાં મરચું નાખીને 2 કરોડની લૂંટ કરી હતી. અંકુરને ખબર હતી કે મહેન્દ્ર સોમાભાઈ આંગડિયા પેઢીના કર્મચારી કરોડો રુપિયા બેન્કમાં ભરવા અને ઉપડવા જતા હોય છે.
જેથી આરોપીએ પીછો કરીને લૂંટને અજામ આપ્યો. પરતું લૂંટ કરીને ભાગે તે પહેલાં જ ઝડપાઇ ગયો. વસ્ત્રાપુરમાં દિન દહાડે લૂંટની ઘટનાએ ફરી કાયદા વ્યવસ્થાને લઈને સવાલ ઉઠાવ્યો છે. ગુનેગારોમાં હવે પોલીસનો ડર નથી રહ્યો તે આ ઘટના પરથી સાબિત થાય છે. પરંતુ આંગડિયા પેઢી ના કર્મચારીની બહાદુરીએ કરોડોની લૂંટને નિષફળ બનાવી હતી. હાલમાં વસ્ત્રાપુર પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
20-Aug-2024