AHMEDABAD : અમદાવાદ મહાનગરપાલિકાની રોડ એન્ડ બિલ્ડીંગ કમિટી મહત્વના ત્રણ નિર્ણયો લેવાયા છે.
જેમાં સૌથી સૌથી મહત્વનો નિર્ણય નરોડા પાટીયા વિસ્તારમાં શહેરનો સૌથી લાંબો ફ્લાયઓવર બ્રીજ બનશે એ છે.તો ત્રીજી લહેરને લઈને પણ એક નિર્ણય લેવામાં આવ્યો છે.
165 કરોડના ખર્ચે બનશે ફ્લાયઓવર બ્રીજ: શહેરનો વિસ્તાર અને વસ્તી બને વધી રહ્યા છે. જેની સાથે ટ્રાફિક સમસ્યા પણ વધી રહી છે. આ ટ્રાફિક સમસ્યાને પહોંચી વળવા અમદાવાદ મહાનગરપાલિકા વિવિધ નિર્ણય લઈ રહી છે સાથે જ વ્યવસ્થા પણ ઉભી કરી રહી છે. આજે 23 ઓગષ્ટે મળેલી રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીની બેઠકમાં 165 કરોડના ખર્ચે શહેરનો સૌથી મોટો અઢી કિમી લાંબો ફ્લાયઓવર બ્રીજ બનવાનો નિર્ણય લેવાયો છે.
આ ઓવર બ્રિજ નરોડા પાટિયા શરૂ થઈ ગેલેક્સી સુધી બનશે. જે શહેરનો સૌથી મોટો અઢી કિલો મીટરનો બ્રીજ બનશે. આ બ્રીજ ની ડિઝાઇન સુરતના બ્રિજ જેવી રખાઈ છે. જેમાં નરોડા પાટિયા પહેલું જંકશન. બીજું જંકશન દેવી સિનેમા અને ત્રીજું જંકશન ગેલેક્સી રખાયું છે. ત્રણે જંકશનથી વાહન ચાલકો બ્રીજ પર આવાગમન કરી શકશે.
અઢી વર્ષમાં બનશે આ ફ્લાયઓવર બ્રીજ :આ પહેલા અંજલિ બ્રીજ શહેરનો સૌથી લાંબો 1 કિમી બ્રિજ હતો. જેની જગ્યા પર હવે નરોડા પાટિયા સૌથી મોટો બ્રીજ ગણાશે. એટલું જ નહીં પણ આ પહેલા માત્ર 55 કરોડના ખર્ચે 800 મીટરનો બ્રીજ નરોડા પાટિયા ખાતે નક્કી કરાયો હતો. જોકે ટ્રાફિકની વિકટ સમસ્યા અને 800 મીટરના બ્રિજ બાદ પણ ટ્રાફિક સમસ્યા રહેતી હોવાનું જણાતા સમસ્યાને હળવી કરવા અને સુવિધા માટે ત્રણ જંકશન સાથે અઢી કિલો મીટરનો બ્રીજ નક્કી કરાયો. આ અઢી કિલો મીટરનો બ્રીજ અઢી વર્ષમાં પૂર્ણ કરવાનો ટાર્ગેટ નક્કી કરાયનું રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈએ નિવેદન આપ્યું. જેનું કામ ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં શરૂ થઈ શકે છે. આ બ્રીજ બનતા તે શહેરનો અને પૂર્વ વિસ્તારનો સૌથી મોટો બ્રિજ રહેશે.
કરોનાની ત્રીજી લહેર અંગે લેવાયો નિર્ણય :કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને પણ અમદાવાદ મહાનગરપાલિકાએ તૈયારીના ભાગ રૂપે આયોજન કર્યું. જેમાં SVP હોસ્પિટલને અંગે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. SVP હોસ્પિટલમાં 350 બેડ વધારાશે તેમજ બેડ સાથે જરૂરી સંસાધનો વધારાશે.
સાથે જ સ્મશાનગૃહ મામલે પણ નિર્ણય લેવાયો. જેમાં CNG ભઠ્ઠી મેઇન્ટેઇન કરવા નિર્ણય લેવામાં આવ્યો. પહેલી અને બીજી લહેરમાં CNG ભઠ્ઠી ઓગળી જતી તે ન બને તે માટે તૈયારીના ભાગ રૂપે નિર્ણય લઈને 4.24 કરોડના ખર્ચે 23 સ્મશાનમાં CNG ભઠ્ઠી મેઇન્ટેઇન કરવાનું આયોજન કરાયુ છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024