અમદાવાદ મેટ્રોના પ્રથમ ચરણનું કામ ૨૦૨૨માં પુરૂં કરાશે

04-Jul-2021

અમદાવાદ :૨૦૨૪માં યોજાનારી લોકસભા ચૂંટણી પહેલા અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલના બીજા ફેઝનું કામ પૂરું કરી દેવાશે. ૨૦૨૪ના માર્ચ મહિના સુધીમાં મેટ્રો રેલના બીજા તબક્કાનું કામ પૂરું કરી દેવાની ગણતરી અને ઉત્તર-દક્ષિણ કોરિડોરનું પહેલા તબક્કાનું કામ પણ ઓગસ્ટ ૨૦૨૨ સુધીમાં પૂરું થઈ જશે. ૨૦૨૨માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાશે. ભારતની આઝાદીના ૭૫ વર્ષ પૂરા થશે ત્યારે એ પહેલા આ પ્રથમ તબક્કાનું કામ પૂરું કરાશે.

મેટ્રોની કામગીરીમાં જરૂરી એવા ૩૨ રેક (ખોદેલી જમીન એકસરખી કરવા માટે વપરાતું સાધન) પણ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (જીએમઆરસી)ને મળી ગયા છે.વાસણાથી મોટેરાના પટ્ટા(ઉત્તર-દક્ષિણ કોરિડોર) માટે ૧૮ ટ્રેન ઉપલબ્ધ કરાવાશે અને આટલી જ સંખ્યામાં ટ્રેન પૂર્વ-પશ્ચિમ કોરિડોર એટલે કે થલતેજથી વસ્ત્રાલ વચ્ચેના રૂટ પર દોડશે. એક અધિકારીના કહેવા અનુસાર, આ મેટ્રો ટ્રેન ડ્રાઈવર વિના દોડી શકે તેવી ટેક્નોલોજીથી સજ્જ છે. અધિકારીઓના કહેવા અનુસાર, પૂર્વમાં શાહપુર, ઘીકાંટા, કાલુપુર અને કાંકરિયા ખાતે અંડરગ્રાઉન્ડ સ્ટેશનનું કામ ચાલી રહ્યું છે.આ જ પ્રકારે ટ્રેક અને સિગ્નલ નાખવાનું કામ પણ શરૂ થઈ ગયું છે. અધિકારીઓના કહેવા અનુસાર, દેશમાં મેટ્રોના ટ્રેક નાખનારી એજન્સી જ રાજ્યમાં પણ આ કામગીરી સંભાળી રહી છે.

સિવિલ વર્ક પૂરું થતાં જ આ પટ્ટો એજન્સીને સોંપી દેવાશે અને તેઓ પાટા નાખવાનું કામ શરૂ કરી દેશે. નોર્થ-સાઉથ કોરિડોરમાં પણ અમુક પટ્ટા પર ટ્રેક નાખવાનું કામ પૂરું થઈ ગયું છે, તેમ એક અધિકારીએ જણાવ્યું. રાજ્ય સરકારે જીએમઆરસીને ટાર્ગેટ આપ્યો છે કે, ૨૦૨૨ની ચૂંટણી પહેલા શહેરમાં મેટ્રો ટ્રેન દોડતી થઈ જવી જોઈએ. તમામ એજન્સીઓને સૂચના આપી દેવાઈ છે કે, ઓગસ્ટ ૨૦૨૨ પહેલા આખો પ્રોજેક્ટ ફાઈનલ ઈન્સ્પેક્શન માટે તૈયાર થઈ જવો જોઈએ, તેમ અધિકારીએ ઉમેર્યું.

અમદાવાદ મેટ્રો દેશનો બીજો મેટ્રો પ્રોજેક્ટ ગામ, એપરલ પાર્ક અને હશે જ્યાં મોટાભાગના સ્ટેશન પર પ્લેટફોર્મ સ્ક્રીનડોર્સ (પીએસડી) હશે. વસ્ત્રાલ, નિરાંત ચોકડી સ્ટેશન એપ્રિલ ૨૦૧૯માં શરૂ થયા હતા. 

Author : Gujaratenews