અમદાવાદ-ઈન્દોર હાઈવે પર જોરદાર અકસ્માત: 32ને ઈજા

14-Aug-2021

 

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

અમદાવાદ-ઈન્દોર હાઈવે પર કઠલાલના અનારા નજીક બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં 32 લોકોને નાની-મોટી ઈજાઓ થતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ અકસ્માતની જાણ થતાં આસપાસના નાગરિકો મદદ માટે દોડી આવ્યા હતા અને પોલીસ અને 108ને જાણ કરી હતી. જે બાદ આવી પહોંચેલા પોલીસ કાફલાએ ઈજાગ્રસ્ત લોકોને કઠલાલ હોસ્પિટલ ખાતે ખસેડ્યાં છે. જ્યારે વધુ ઈજાગ્રસ્ત લોકોને અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યાં છે.

Author : Gujaratenews