સ્વદેશી ‘શેર AK-203’નું સરહદ પર સફળ પરીક્ષણ;1 મિનિટમાં 700 રાઉન્ડ ફાયરિંગ, 800 મીટર સુધી લક્ષ્યને નિશાન તાક્યું
27-Nov-2025
રાજસ્થાનના જેસલમેરમાં સરહદ પર સ્વદેશી સ્ટીલમાંથી બનેલી 'શેર AK-203'નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સફળ પરીક્ષણ બાદ તેને સેનાના જવાનો સુધી પહોંચાડવાની મંજૂરી અપાઈ છે.સેનાએ આ રાઈફલનું નામ 'શેર AK-203'રાખવામાં આવ્યું છે.સરહદ પર તૈનાત સૈનિકોને ઈન્સાસ રાઇફલની જગ્યાએ 'શેર AK-203'રાઈફલ અપાશે. સેનાએ આનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર પણ મૂક્યો છે. વીડિયોમાં એને એસેમ્બલી લાઈનમાંથી નીકળી ખૂબ જ ખરાબ વાતાવરણ છતાં ચૂક્યા વગર ફાયરિંગ કરતાં બતાવવામાં આવ્યુ છે.મહત્વની વાત તો એ છે કે શરૂઆતમાં માત્ર 5% જ સ્થાનિક વસ્તુઓથી બનતી રાઇફલ હવે 70% ભારતીય સ્ટીલથી બની રહી છે. ઉતરપ્રદેશન અમેઠીમાં ભારત-રશિયાના સંયુક્ત ઉપક્રમે ઈન્ડો-રશિયા રાઈફલ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંચાલિત આ ફેક્ટરી 8.5એકરમાં ફેલાયેલી છે. જેમાં ભારતનો 50.5% ભાગ છે.કંપનીએ જાહેરાત કરી છે કે ડિસેમ્બર 2025 સુધી સંપૂર્ણપણે સ્વદેશી ઉત્પાદનો તૈયાર કરાશે.
નવી AK-203 જૂની રાઇફલનું સ્થાન લેશે
જેસલમેરમાં સરહદ પર સ્વદેશી સ્ટીલમાંથી બનેલી 'શેર AK-203'નું સફળ પરીક્ષણ બાદ આ નવી રાઈફલ ધીમે ધીમે ભારતીય સેનામાં દાયકાઓથી ઉપયોગમાં લેવાતી ઈન્સાસ રાઇફલ સિસ્ટમનું સ્થાન લેશે. અત્યાર સુધી ઈન્સાસ એ 5.56 mm કેલિબર ગોળીનો ઉપયોગ કર્યો હતો, જ્યારે 'શેર' વધુ શક્તિશાળી અને અસરકારક 7.62 mm કેલિબર બુલેટનો ઉપયોગ કરે છે. AK-203 શેરનો ફાયરિંગ રેટ પ્રતિ મિનિટ આશરે 700 રાઉન્ડ અને અસરકારક રેન્જ આશરે 800 મીટર છે.



28-Nov-2025