ગુજરાતમાં ચોમાસાના આગમન પૂર્વે જ અમદાવાદ શહેરમાં મોડી સાંજે ગાજવીજ સાથે અચાનક વરસાદ

04-Jun-2021

 ચોમાસાના આગમન પૂર્વે જ આજે અમદાવાદ શહેરમાં મોડી સાંજે ગાજવીજ સાથે અચાનક વરસાદ પડ્યો હતો. જો કે અમદાવાદ શહેરમાં મોડી સાંજે શરૂ થયેલા વરસાદના પગલે શહેરીજનોએ બફારાથી ઠંડકનો અનુભવ કર્યો હતો.,

ગુજરાતમાં ચોમાસાના આગમન પૂર્વે જ આજે અમદાવાદ(Ahmedabad) શહેરમાં રાત્રે ગાજવીજ સાથે અચાનક વરસાદ(Rain) પડ્યો હતો. જો કે અમદાવાદ શહેરમાં મોડી સાંજે શરૂ થયેલા વરસાદના પગલે શહેરીજનોએ બફારાથી ઠંડકનો અનુભવ કર્યો હતો. જેમાં અમદાવાદ((Ahmedabad) શહેરના વસ્ત્રાપુર,મેમનગર,બોડકદેવ અને ગોતા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. વરસાદ પડવાના લીધે અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી પણ ભરાયા છે.

Author : Gujaratenews