અફઘાન હવે તાલિબાનનાં હાથમાં,18 રાજ્યો ઉપર કબજો, અમેરિકાએ પોતાના નાગરિકોને બહાર કાઢવા 3000 સૈનિકો કાબુલમાંમોકલ્યા

14-Aug-2021

કાબુલ: અફઘાનિસ્તાન હવે આતંકવાદી સંગઠન તાલિબાનના હાથમાં ગયું છે. અત્યારે એમ કહેવું ખોટું નથી. શુક્રવારે તાલિબાને કાબુલથી માત્ર 50 કિલોમીટર દૂર લોગર પ્રાંતની રાજધાની પર કબજો કર્યો છે. આ કારણે અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન ટૂંક સમયમાં સ્થાપિત થશે તેવી આશંકા વધી ગઇ છે. અફઘાનિસ્તાનનાં સાંસદ સઇદ કરીબુલ્લાહ સાદાતે કહ્યું કે, "હવે તાલિબાનોએ 100 ટકા નિયંત્રણ મેળવી લીધું છે." હવે લડવાની ક્ષણ જેવી જેવી કોઈ બાબત રહી નથી. અમેરિકાએ પોતાના નાગરિકોને બહાર કાઢવા 3000 સૈનિકો કાબુલમાં મોકલ્યા છે.

તાજેતરમાં ટાઈટ કપડાં પહેરવાને કારણે મહિલાની હત્યા કરાઇ હતી

અફઘાનિસ્તાનના ઉત્તરીય બલ્ખ પ્રાંતમાં તાલિબાનો દ્વારા ચુસ્ત કપડાં પહેરવા અને પુરુષ સંબંધી સાથે ન હોવાના કારણે કથિત રીતે એક યુવતીની હત્યા કરવામાં આવી હતી.અફઘાનિસ્તાનમાં રેડિયો આઝાદીના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, "તાલિબાન દ્વારા નિયંત્રિત સમર કાંડ ગામમાં મહિલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી."પોલીસના જણાવ્યા અનુસાર, 21 વર્ષીય પીડિતાની ઓળખ નાઝાનિન તરીકે થઈ હતી. મહિલા જ્યારે તેના ઘરથી નીકળી હતી અને મઝાર-એ-શરીફ માટે વાહનમાં બેસવાની હતી ત્યારે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો.

Author : Gujaratenews