અબુધાબીની આ કંપનીએ બાયજુસમાં કર્યું રોકાણ

17-Jun-2021

બેંગાલુરૂ: દેશના સૌથી મૂલ્યવાન સ્ટાર્ટઅપમાંથી એક અને ઓનલાઈન શિક્ષણ પ્રદાતા બાયજુસમાં અબુધાબીની સ્ટેટ હોલ્ડિંગ કંપની એડીક્યૂએ રોકાણ કર્યું છે. પોતાની લિંક્ડઈન પોસ્ટમાં એડીક્યૂના વેન્ચર કેપિટલ અને ટેક્નોલોજી હેડ મયંક સિંઘલે જણાવ્યું હતું કે, તેઓ બાયઝૂસને 2020માં મળ્યા અને તેના વિશે જાણ્યું. અમને બાયજુસનો હિસ્સો બનવાનો આનંદ છે. જો કે, એડીક્યૂએ કેટલું રોકાણ કર્યું તે અંગે કઈ જણાવ્યું નહોતું. બાયજુસે પણ આ અંગે કોઈ ટિપ્પણી કરવાથી ઈનકાર કર્યો હતો. ભારતના એક અખબારી અહેવાલ પ્રમાણે, બાયજુસ દ્વારા તાજેતરના 350 મિલિયન ડોલરના ભંડોળના રોકાણકારોમાં એડીક્યુનો સમાવેશ થાય છે, જે સ્ટાર્ટઅપનું મૂલ્ય 16.5 અબજ ડોલર સુધી લઈ જાય છે. કતાર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટીએ 2019માં સ્ટાર્ટઅપમાં રોકાણ કર્યું હતું. 2018માં સ્થપાયેલ એડીક્યુએ સોદાની ઉત્તેજનાને કારણે પાછલા વર્ષમાં ખ્યાતી મેળવી છે. અબુ ધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (એડીઆઈએ) અને મુબાદલા પછી તે અબુધાબીનો ત્રીજું મોટું સ્ટેટ ફંડ છે. અબુ ધાબી બંદરો, અબુ ધાબી એરપોર્ટ અને બોર્સ ઓપરેટર એડીએક્સ ધરાવતા એડીક્યુએ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર બિઝનેસનો પોર્ટફોલિયો પણ બનાવ્યો છે અને ગયા વર્ષે કોમોડિટી ટ્રેડર લૂઇસ ડ્રેઇફસ કંપનીમાં પરોક્ષ 45 ટકા ઇક્વિટી હિસ્સો હસ્તગત કરવા સંમત થયા હતા.

Read more at: https://www.gujaratenews.com

Author : Gujaratenews