સુરત: ગુરૂવારે હજીરા રોડ પર આવેલા ફાર્મ હાઉસમાં કેટરિંગ કામ માટે જતી વખતે મગદલ્લા રોડ પર ટ્રક ચાલકે ધડાકાભેર ટેમ્પોને ટક્કર મારતા ટેમ્પો પલ્ટી ગયો હતો. જેમાં ઇજા પામેલા સાત વ્યકિત પૈકી એક યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જયારે છને સારવાર માટે નવી સિવિલમાં ખસેડવામાં આવ્યા છે. નવી સિવિલથી મળેલી વિગત મુજબ બમરોલી રોડ પર સાંઇ કૃપા સોસાયટીમાં રહેતો ૪૦ વર્ષીય રામ પય્યારે ગૌરીશંકર મડેસીયા સહિત સાત આજે સવારે ટેમ્પામાં પ્રસંગમાં જમવાનું બનાવવા નીકળ્યા હતા. મગદલ્લા ખાતે ઓએનજીસી રોડ પર ભારત પેટ્રોલ પંપ પાસે ટેમ્પાને ટ્રકના ચાલકે ટક્કર મારતા ટેમ્પો પલ્ટી ગયો હતો. જેમાં ગંભીર ઇજા પામેલા રામપૈય્યારેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત થયુ હતુ.જયારે છ વ્યક્તિને નાની મોટી ઇજા થતા સારવાર માટે એમ્બ્યુલન્સમાં નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.જેમાં સમાધાન ભગવાન પાટીલ(ઉ-વ-૨૭-૨હે- આશાપુરા સોસાયટી,ઉધના), મહેશ વિજયસીંગ ઠાકરે (ઉ-૨-૨૨), વિનિત લંબુ સિંગ (ઉ--- ૩૧-બંને રહે- આશાપુરા સોસાયટી,ઉધના),પાયલ મંગુલાલ રાઠોડ (ઉ-વ-૧૪) અને સંગીતા બાબુલાલ રાઠોડ (ઉ-વ-૩૦-બંને રહે-રૂસ્તમપુરા પોલીસ ચોકી પાસે ),અને સંતોષ(ઉ-વ-૪૦)નો સમાવેશ થાય છે. અકસ્માત થતા ચાલક ટૂંક મુઇને ભાગી ગયો હતો.આ અંગે ઇચ્છાપોર પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
હજીરા-મગદલ્લા રોડ પર ટ્રકની ટક્કરથી ટેમ્પોના ૨ ટૂકડા : એકનું મોત, ૬ને ઇજા
25-Jun-2021
20-Aug-2024