Ahmedabad : કોરોના કાળ હોય કે કોઈ પણ પરિસ્થિતિ હોય ડોક્ટર ને ભગવાન માનવામાં આવી રહયા છે. તેવામાં ડોક્ટર ઇન્જેક્શન ની કાળા બજારી કરે ત્યારે ડોક્ટરો પરથી લોકોનો વિશ્વાસ ઉઠી જતો હોય છે. સોલા પોલીસે ઇન્જેક્શન ની કાળાબજારી કેસમાં વધુ એક ડૉકટર આરોપી ની ધરપકડ કરી છે. ડોક્ટર આરોપી એ જી જી હોસ્પિટલમાંથી રેમડેસીવીર ઇન્જકેશન જાતે જ મેળવ્યા હોવાની પણ કબૂલાત કરી છે. શુ છે સમગ્ર અહેવાલ ચાલો જોઈએ.
અમદાવાદના સોલામાંથી જય શાહ નામના યુવક પાસે થી 6 રેમડેસીવીર ઇન્જકેશન સાથે ધરપકડ કરવા માં આવી હતી. જેની પૂછ પરછ કરતા સુરતના ડોક્ટર મિલન સુતારીયા અને કીર્તિ દવે અને રુહી પઠાણનું નામ ખુલ્યુ હતું. ત્યારે રેમડેસિવિર ઈન્જેકશનની કાળા બજારીના કેસની તપાસ કરતા પોલીસના હાથે સુરતના બે MBBS ડોક્ટર અને એક અમદાવાદની મહિલા નર્સની ધરપકડ થઈ ચુકી છે.
તમામ આરોપી રેમડેસિવિર ઈન્જેકશન બજાર કિમંત કરતા ઉંચા ભાવે વેચતા હોવાનુ સામે આવ્યુ હતું. જેની તપાસ અમદાવાદથી સુરત અને હવે જામનગર સુધી પહોંચી છે.. જેમાં જામનગર ની જીજી હોસ્પિટલના ડોક્ટર ધીરેન બાલદાણિયાની સોલા પોલીસે ધરપકડ કરી છે. આરોપી ડોક્ટર ધીરેન ની પૂછ પરછ કરી તો જાણવા મળ્યું હતું કે ચાર ઇન્જેક્શન ડૉ ધીરેનએ ડૉ કીર્તિ ને આપ્યા હતા.
જામનગર ની જીજી હોસ્પિટલ માં અભ્યાસ કરતા આરોપી ડોક્ટર ધીરેન બાલદાણીયાએ આ એક ઇન્જેક્શન ડોક્ટર કીર્તિ દવે ને 8 હજાર માં વેચયા હોવાનું પોલીસ ની તપાસ માં સામે આવ્યું છે. ત્યારે સોલા પોલીસે જામનગર તંત્રનો પણ સંપર્ક કરી જામનગર માં વધુ ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરી છે.
મહત્વનું છે કે કોરોના કાળ હોય કે કોઈ પણ પરિસ્થિતિ હોય ડોક્ટર ને ભગવાન માનવામાં આવી રહયા છે. તેવામાં ડોક્ટર ઇન્જેક્શન ની કાળા બજારી કરે ત્યારે ડોક્ટરો પરથી લોકોનો વિશ્વાસ ઉઠી જતો હોય છે. ત્યારે હવે આ કેસમાં આગળ કેવા ખુલાસા ઓ થાય છે અને બીજા કોની ધરપકડ થાય છે તેના પર તમામની નજર મંડરાયેલી છે.
05-Mar-2025