સુરત : છાત્ર યુવા સંઘર્ષ સમિતિ (સીવાયએસએસ)ના સહયોગથી વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોની મદદ માટે સુરતમાં આમ આદમી પાર્ટી આગળ આવી છે. કપડા, ચાદર,શાલ, સુકો નાસ્તો, કાચો સામાન, અનાજ, કઠોળ, મસાલા, ટોર્ચ વગેરે રાહત સામગ્રી એકઠી કરવાની કામગીરી શરૂ કરી દીધી છે. જેના માટે એસએમસી કમ્યુનિટી હોલ વલ્લભાચાર્ય રોડ, હીરાબાગ વરાછા રોડ સુરત ખાતે રાહત સામગ્રી પહોંચાડવાનું નક્કી કરાયું છે. જેને માટે આપ પાર્ટી દ્વારા હેલ્પ લાઈન નંબર 75673 98228 જાહેર કર્યો છે.
અનાજ કરીયાણા કીટ માટે જરૂરી સામગ્રી
ઘઉં લોટ 5 કિલો
મગ 2 કિલો
ચોખા 2 કિલો
મગફાડા 1 કિલો
ધાણા 200 ગ્રામ
મીઠુ 1 કિલો
ખાંડ 2 કિલો
ચા 500 ગ્રામ
તેલ 1 લીટર
બટેટા 2 કિલો
કાંદા 2 કિલો
Author : Gujaratenews
20-Aug-2024