આપના કોર્પોરેટરના વરાછાથી વેલંજા સુધી બેનર લાગ્યા, કોર્પોરેટર ભાવના સોલંકી અને અલ્પેશ પટેલ ગુમ થયેલ છે!!!
13-Aug-2021
કેટલીક તસવીર તમને વિચલિત કરી શકે છે પણ બતાવવી જરૂરી છે.
ઉમરા-વેલંજા વિસ્તારમાં છેલ્લા બે મહિનામાં વાહનની અડફેટે અને અંધારપટને કારણે સંખ્યાબંધ એક્સિડન્ટ થતા અસંખ્ય ગાયોના મોતને પગલે ગૌરક્ષકોમાં રોષ
SURAT: હદ વિસ્તરણને વર્ષ પૂરું થવા છતાં ઉમરા વેલંજાને સુવિધા ના આપતા આપના કોર્પોરેટરના વરાછાથી વેલંજા સુધી બેનર લાગતા નેતાઓ દોડતા થઈ ગયા છે, કોર્પોરેટર ભાવના સોલંકી અને અલ્પેશ પટેલ ગુમ થયેલ છે તેવા મેસેજ સાથે બેનર મૂકવામાં આવતા ભડકો થઈ ગયો છે. આ બેનર સવજી કોરાટ બ્રિજ, દુખિયાના દરબાર રોડ પરનું રેલવે ગરનાળુ, મોટા વરાછા-ગોથાણ રોડ, વરાછા સહિતની જગ્યાઓ પર શુક્રવારે સવારથી લગાડવામાં આવ્યા છે. કારણકે વેલંજામાં એક પણ લાઈટ પોલ ન હોય તેના કારણે ઉપરાછાપરી ગાયોના મોત થઈ રહ્યા છે ઉપરાંત અંધારપટ હોવાને કારણે ચાલકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મોટા વરાછાથી વેલંજા સુધી એક પણ સ્ટ્રીટ લાઈટ કે લાઈટ પોલ ન હોવાના કારણે રાત્રિના સમયે અવરજવર કરવાનું જોખમી બન્યું છે કેટલીકવાર લૂંટના કિસ્સાઓ પણ બની રહ્યા છે. જેના કારણે વેલંજાવાસીઓ અકળાયા છે. પાલિકાનું નવું બોર્ડ બન્યું એને પણ ઘણો સમય વીતી ગયો હોઈ છતાં એક પણ સુધારાલક્ષી કામ વેલંજામાં કરવામાં આવ્યા નથી તેવા આક્ષેપો સ્થાનિકો દ્વારા થઈ રહ્યા છે. હદ વિસ્તરણને વર્ષ પૂરું થવા આવ્યું છતાં ઉમરા-વેલંજાને સુવિધા ન આપવામાં આવતા સુરત મહાનગરપાલિકા પ્રત્યે પણ ભારોભાર રોષ વ્યાપી ગયો છે. જોકે, આ બેનર કોણે મુક્યા તે પણ એક સવાલ છે.
ડીજીવીસીએલના ધાંધિયાથી પાવર કાપની સમસ્યા, લોકો હેરાન
સાયણ ડિવિઝનમાંથી છૂટી પડીનેે ડીજીવીસીએલની ગોથાણ કચેરી ઉમરા ગામમાં કાર્યરત થઈ છે. છતાં સામાન્ય દિવસોમાં પણ પાવર કાપ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત સોલર કલેક્શન આપવાને લઈને પણ ફરિયાદો ઉઠી છે. ઉપરાંત જેટકો નવું પાવરહાઉસ ગોથાણ ખાતે કાર્યરત થવાની અણી પર હોય જલ્દી શરુ કરવામાં આવે તો લોકોને રાહત મળે તેમ છે.
ઉમરા વેલંજાના લોકોને પ્રાથમિક સુવિધા મળવી જોઈએ, ગાયોનુ રક્ષણ થવું જોઈએ, લાઈટ પોલ મુકાવા જોઈએ. અમારી માંગ છે સુવિધા સમયે આપો, જો સુવિધા નહીં આપવામાં આવે તો પાલિકામાં મોરચો લઈ જવાની તૈયારી છે. - રાજુભાઈ બોદર્યા, અખિલ ભારતીય સેના
બેનરમાં મુકવામાં આવેલ સંદેશ:
ગુમ થયેલ છે
વોર્ડ નંબર નં –રનાં કોર્પોરેટર ખોવાયેલ છે. મળે તો ઉમરા-વેલંજા વિસ્તારમાં મોકલો - લી.ગૌમાતા
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024