આણંદ: નગરપાલિકા પાસે આવેલ pulse imperial complexમા મયુર સેલ્સમાં ભયાનક આગ લાગી હતી. ૪.૩૦ વાગ્યે ફટાકડાની દુકાનમાં આગ લાગતા સમગ્ર ઇમારતમાં આગ ફેલાઇ હતી. આગ એટલી ભયાનક હતી કે આજુબાજુની ઇમારતમાં પણ આગ પ્રસરી હતી. આગની ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. અને તાત્કાલિક આગને ઓલવવાની કામગીર આરંભી હતી. હાલ તો આગ લાગવાનું કારણ અકબંધ છે. અને, આગને કારણે કેટલું નુકસાન થયું છે.
ઈમારતનું ફાયર NOC ના હોવાનું સામે આવ્યું
ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવામા આવ્યો.આણંદ નગરપાલિકામાં ફાયરસેફટી નિયમો ચોપડે જ ચાલી રહ્યા છે. ફાયરવિભાગ વારંવાર ફાયરસેફટી અંગે નોટિસો નગરપાલિકાના વિસ્તારમાં આવેલી બિલ્ડીંગોને આપે છે અને તેની જાણ નગરપાલિકાને પણ કરે છે. આમ છતાં ઓળખાણ પાળખાણ અને ખુશામત વ્હાલી વહીવટી નીતિરીતિ રાખતા સત્તાધીશો ફાયર સેફ્ટી બાબતે કુણું અને બેજવાબદારભર્યું વલણ દાખવી રહ્યા છે. જે પરિણામે અસહ્ય અને માફ ન કરી શકાય તેવી જીવલેણ ઘટનાઓ અને બનાવોનો સામનો સામાન્ય જનતાએ કરવો પડી રહ્યો છે. આજે આણંદ નગરપાલિકા નજીક આવેલી બિલ્ડીંગમાં ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી.
આણંદ નગરપાલિકા વિસ્તારમાં ફાયરસેફટીના લીરેલીરા ઉડ્યા છે. નગરપાલિકા નજીક એક બિલ્ડીંગમાં આવેલા ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. જેને લઈ આખું બિલ્ડીંગ ઝપેટમાં આવી ગયું છે. જોકે, હજુ જાનહાનીના કોઈ જ સમાચાર નથી, પરંતુ 3થી 4 વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે.ઝપેટમાં આસપાસના બિલ્ડીંગ પણ આવી ગયા છે. વળી પાછળના ભાગે આવેલી શાળાના વિદ્યાર્થીઓને પણ જીવ જોખમાય તે પહેલાં જ શાળા છોડી દેવામાં આવી હતી. આણંદ સહિત ખંભાત ,નડિયાદ ,પેટલાદ,સહિતની નગરપાલિકા ના ફાયરફાઈટર ત્યાં પહોંચી ગયા છે. આગ ઓલવવાવાના સખ્ત પ્રયત્નો થઈ રહ્યા છે.
મહત્વનું છે કે, આગની જ્વાળા ભયંકર તેજ હતી અને ફટાકડા ગોડાઉનમાં પણ ખૂબ જ માલ ભરેલો હોઈ મસમગ્ર બિલ્ડીંગ જાણે આગની જ્વાળામાં લપેટાઈ ગયું હોય તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ હતી. બિલ્ડીંગના ગોડાઉનમાં ફૂટતા બિલ્ડીંગની દુકાનમાં આવેલી ચીજવસ્તુઓ એક બાદ એક ફટાફટ ફૂટી રહી છે. અચાનક બનેલી આ ઘટનાબે લઈ આસપાસનાના લોકો, રાહદારીઓ અને દુકાનદારોમાં નાસભાગ મચી ગઇ હતી.
બિલ્ડીંગનું ફાયર NOC નથી- ચીફ ફાયર ઓફિસર
આણંદ ના ચીફ ફાયર ઓફિસર ધર્મેશ ગોરે જણાવ્યું હતું કે સાંજે 4.30 કલાકની આસપાસ ફાયરકોલ આવ્યો હતો.આ ફટાકડા ગોડાઉનમાં લાગેલ આ ભીષણ આગ ને કારણે ફટાકડા સાથે હવાઈ પણ ફૂટી હતી અને જેના કારણે પાસેના ટીવી શોરૂમમાં પણ આગ લાગી હતી.જોકે તેમ કાબુ મેળવી લેવાયો છે.અહીં આણંદ ઉપરાંત વિદ્યાનગર ,પેટલાદ અને વડોદરાના ફાયરફાઈટર પણ પહોંચી ગયા હતા.આ બિલ્ડીંગ ને ફાયરસેફટી અંગે નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં તેઓ દ્વારા ફાયર એનઓસી લેવાની તસ્દી લેવાઈ નથી.આ બાબતે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024