WEST બંગાળમાં વીજળી પડવાથી 20 લોકો મોતને ભેટ્યા, 10 ઘાયલ

08-Jun-2021

કોલકાતા : WEST બંગાળમાં વીજળી પડવાને કારણે 20 લોકોના મોત થયાનું સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓએ નિવેદન આપ્યું છે. તેમના જણાવ્યા પ્રમાણે વીજળી પડવાને લીધે મુર્શિદાબાદમાં 9 તેમજ હુગલીમાં 9, પુરબા મેદનિપુરમાં 2 મળી કુલ 20 લોકોના મોત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે જાંગીપુર હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનાને લઈને વડાપ્રધાન મોદીએ મૃતકોના પરિવારને 2 લાખ અને ઘાયલોને 50 હજાર આપવાની જાહેરાત કરી છે. 

મુર્શિદાબાદમાં 9 લોકોના મોત થયા તો 8 લોકો ગંભીર રીતે ઈજા પહોંચી હતી. 15 થી 20 લોકો જ્યારે ખેતરમાં કામ કરી રહ્યાં હતા ત્યારે વીજળી ત્રાટકી હતી. ઘાયલોને જંગીરપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા.  બહરામપુર કોલોનીમાં પણ 2 લોકોના મોત થયા હતા તો એક વ્યક્તિને ઈજા પહોંચી હતા. સ્થાનિક લોકોના જણાવ્યાનુસાર અચાનક આવેલી આંધી બાદ ભારે વરસાદ શરુ થયો હતો. લોકો કોલોનીમાં ઘુસી ગયા હતા. બરાબર આ સમયે વીજળી ત્રાટકી હતી જેને કારણે બે લોકો બેભાન થઈ ગયા.

Author : Gujaratenews