તાજેતરમાં કેન્દ્રીય કર્મચારીઓ(central govt employees)ની માંગને ધ્યાનમાં રાખીને સરકારે છેલ્લા મોંઘવારી ભથ્થા(dearness allowance) પરનો પ્રતિબંધ હટાવતાં 11 ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો હતો. અગાઉ મોંઘવારી ભથ્થું 17 ટકા હતું જે હવે વધીને 28 ટકા થઈ ગયું છે. તેનો અમલ 1 જુલાઈ 2021 થી કરવામાં આવ્યો છે. મોંઘવારી ભથ્થામાં વધારાની સીધી અસર Transport Allowance પર પણ પડશે અને તેમાં પણ ઉછાળો જોવા મળ્યો છે.
કેન્દ્રીય કર્મચારીઓ માટે Transport Allowance જુદા જુદા સ્તરોથી એક શહેરના આધારે બદલાય છે. દિલ્હી, અમદાવાદ, બેંગ્લોર, ગાઝિયાબાદ, મુંબઇ, હૈદરાબાદ, જયપુર, પટના જેવા શહેરો ઉચ્ચ TPTA કેટેગરીમાં આવે છે. આ સિવાય બાકીના શહેરો Other Cities કેટરગ્રી હેઠળ આવે છે. TPTA અલગ અલગ લેવલના કર્મચારીઓ માટે નિર્ધારિત કરવામાં આવે છે, જેના આધારે કોઈ કર્મચારી માટે મળતાં ભથ્થામાં ઉમેરીને પરિવહન ભથ્થાની ગણતરી કરવામાં આવે છે.
હવે તમને મુસાફરી ભથ્થું કેટલું મળશે
જો મોંઘવારી ભથ્થું 28 ટકા થાય છે તો કુલ મુસાફરી ભથ્થું રૂ. 1728, રૂ. 4608 અને 9216 થાય છે. આ રીતે માસિક ધોરણે મુસાફરી ભથ્થામાં રૂ .149, 396 અને 792 રૂપિયાની ઉછાળો છે. વાર્ષિક ધોરણે આ કર્મચારીઓને રૂપિયા 1788, 4752 રૂપિયા અને 9504 રૂપિયા વધુ મળશે.
Other Cities TPTA
Other Cities લેવલ 1-2 માટે TPTA 900 રૂપિયા છે, 3-8 લેવલ માટે તે રૂ 1800 અને લેવલ 9 અને તેથી ઉપરના રૂપિયા 3600 છે. હાલ 17 ટકાના દરે DA ON TA. 153, 306 રૂપિયા અને 612 રૂપિયા છે. આ રીતે કુલ મુસાફરી ભથ્થું રૂ 1053, 2106 અને 4212 રૂપિયા હતું.
Other Cities કર્મચારીઓને મુસાફરી ભથ્થું કેટલું મળશે
મોંઘવારી ભથ્થામાં 28 ટકાનો વધારો થયા પછી ડીએ પરનો ટી.એ. 252, 504 અને 1008 રૂપિયા થયો છે. કુલ મુસાફરી ભથ્થું વધીને રૂ. 1152, 2304 અને રૂ 4608 થઈ ગયું છે. અગાઉની તુલનામાં તે 99 રૂપિયા, 198 રૂપિયા અને 396 રૂપિયા વધ્યો છે. વાર્ષિક ધોરણે, કક્ષાના 1-2 કર્મચારીઓને 1188 રૂપિયા, 3-8 કક્ષાના કર્મચારીઓને રૂપિયા 2376 અને 9 અને તેથી વધુના અધિકારીઓને 4752 રૂપિયા વધુ મળશે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024