દેશમાં 5-Gની તૈયારીઃ ત્રણ ટેલિકોમ કંપનીઓને સ્પેક્ટ્રમ ફાળવાયા

29-May-2021

નવી દિલ્હી :

દેશમાં સુપરફાસ્ટ 5જી નેટવર્કની રાહ જોતા લોકો માટે સારા સમાચાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારે દેશના ઘણા શહેરોમાં 5જી ટ્રાયલ માટે રિલાયન્સ JIO, એરટેલ, વોડાફોન આઈડિયા અને MTNLને 5G સ્પેક્ટ્રમ ફાળવ્યાં છે. 5જીની ટ્રાયલ સૌથી પહેલા દિલ્હી, મુંબઇ, કોલકાતા, બેંગલોર, અમદાવાદ અને હૈદરાબાદ સહિતના અનેક શહેરોમાં થશે. અગાઉ, ટેલિકોમ વિભાગ (ડીઓટી) એ સરકારની ત્રણ મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો, વોડાફોન આઈડિયા અને એરટેલને જી ટ્રાયલ્સ શરૂ કરવા હંગામી લાઇસન્સ આપ્યા હતા. ટેલિકોમ કંપનીના એક અધિકારીએ જણાવ્યું હતું કે સરકારે 700 મેગાહર્ટઝ બેન્ડ, 3.3-3-6 ગીગાહર્ટઝ (ગીગાહર્ટઝ) બેન્ડ અને 24.25-28.5 ગીગાહર્ટ્ઝ બેન્ડમાં વિવિધ સ્થળોએ વિવિધ ટેલિકોમ કંપનીઓને સ્પેક્ટ્રમ ફાળવ્યો છે.

 

અન્ય ઉદ્યોગ સ્રોતએ દાવો કર્યો છે કે ડીઓટીએ હજી સુધી પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં કોઈપણ ટેલિકોમ કંપનીને સ્પેક્ટ્રમ ફાળવ્યો નથી. કંપનીઓને હવે જી ટેસ્ટિંગ માટે 6 મહિનાનો સમય મળશે, જેમાંથી 2 મહિના સાધનો ખરીદવા અને ઇન્સ્ટોલ કરવા માટે ઉપલબ્ધ રહેશે. ડીઓટીએ ટેલિકોમ ઓપરેટરોને શહેરી વિસ્તાર સિવાય ગ્રામીણ અને નાના શહેરોમાં 5જી ટ્રાયલ કરવા જણાવ્યું છે, જેથી ડજી ટેક્નોલોજીનો લાભ આખા દેશને મળશે. તમને જણાવી દઈએ કે ડીઓડી દ્વારા 4 મે 2021ના રોજ રિલાયન્સ જિઓ, ભારતી એરટેલ, વોડાફોન આઈડિયા અને એમટીએનએલની અરજીઓને મંજૂરી આપવામાં આવી હતી. વિભાગે સ્પષ્ટપણે આ કંપનીઓને ચીની કંપનીઓની તકનીકનો ઉપયોગ ન કરવા સૂચના આપી હતી.

DoTએ આ કંપનીઓને એરિક્સન, નોકિયા અને સેમસંગની સાથે સી-ડોટ ટેકનોલોજી સાથે 5G ટ્રાયલ્સને મંજૂરી આપી હતી. જ્યારે, રિલાયન્સ જિયો ઇન્ફોકોમ તેની પોતાની તકનીકનો ઉપયોગ કરીને 5જી ટ્રાયલ કરશે.

Author : Gujaratenews