સુરત : સુરત શહેરમાં પાંચ નવા પોલીસ મથક બનાવવા રાજ્યના ગૃહમંત્રીએ સુરત(Surat)ની મુલાકાતે આવેલા ગુજરાતના ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સુરત શહેર માટે મહત્વની જાહેરાત કરી હતી. જેમાં સુરતમાં વધુ પાંચ પોલીસ સ્ટેશન(Police Station) નો ઉમેરો કરવામાં આવશે. ગુજરાતમાં જે રીતે વસ્તીનો સતત વધારો થઈ રહ્યો છે તેની સામે પોલીસ ફોર્સ પૂરતા પ્રમાણ નથી તેથી ગુજરાત ગૃહ વિભાગ દ્વારા પોલીસ બળ વધારવામાં અને પોલીસ સ્ટેશનો વધારવા માટેની કામગીરી કરવામાં આવે છે .
સુરતની મુલાકાતે આવેલા ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા શહેરના પોલીસ કમિશનર અજય તોમર અને શહેરના તમામ ધારાસભ્યો સાથે બેઠક માં યોજવમાં આવી જેની અંદર મહત્વના નિર્યણ ની જાહેરાત કરવામાં આવી કે સુરત શહેરના પોલીસ વિભાગમાં રિસ્ટ્રક્ચરિંગ માટે વધુ 5 નવા પોલીસ બનશે જેમાં કે શહેરમાં વેસુ, સારોલી, અલથાણ, પાલ અને ઉત્રાણ એમ પાંચ નવા પોલીસ સ્ટેશનને મંજૂરી અપાઇ ગઈ છે. જે પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પોલીસ સ્ટેશન બનાવવા માટેની કામગીરી કરવામાં આવશે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024