ત્રણ ગુજરાતી સહીત કુલ 5 કંપની, મ્યુકરમાઈકોસીસની દવાનું કરશે ઉત્પાદન, કેન્દ્ર સરકારે આપી મંજૂરી
22-May-2021
દેશમાં આજકાલ કોરોનાની સાથે સાથે વધી રહેલા મ્યુકરમાઈકોસીસના ( mucormycosis) કેસથી કેન્દ્ર સરકાર સહીત વિવિધ રાજ્યોની સરકાર ચિંતીત છે. આ સ્થિતિનો સામનો કરવા કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને મ્યુકરમાઈકોસીસને મહામારી જાહેર કરવા તાકીદ કરી છે. મહામારીથી લોકોને બચાવવા માટે કેન્દ્ર સરકારે કુલ પાંચ કંપનીઓને મ્યુકરમાઈકોસીસની દવા બનાવવા મંજૂરી આપી છે. જેમાં ગુજરાતની ( gujarat) ત્રણ કંપનીઓનો સમાવેશ થાય છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે (Union Ministry of Health) જણાવ્યુ છે કે, ફુગ આધારિત ( મ્યુકરમાઈકોસીસ ( mucormycosis)ના રોગમા ઉપયોગમાં લેવાતી, એમ્ફોટેરીસીન-બી’ ( Amphotericin-B )દવાના ઉત્પાદન માટે વધુ પાંચ કંપનીઓને મંજૂરી આપવામાં આવી છે. આ પાંચ કંપનીઓમાં એક હૈદરાબાદની, એક પુણેની અને ત્રણ કંપની ગુજરાતની છે. આ પાંચેય કંપનીઓ જુલાઈથી 1,11,000 બોટલનું ઉત્પાદન કરશે.
‘એમ્ફોટેરીસીન-બી’ દવાની અછત હોવાના અહેવાલો પણ આવ્યા છે. પંરતુ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય, ડ્રગ્સ વિભાગ અને વિદેશ મંત્રાલયના સહયોગથી, આ દવાનું સ્થાનિક ઉત્પાદન વધારવા માટે સક્રિયપણે પ્રયત્નો કરી રહ્યું છે.
કેન્દ્ર સરકારે સ્થાનિક કક્ષાએ દવાનુ ઉત્પાદન વધારવા સાથેસાથે દવાના વૈશ્વિક ઉત્પાદકો પાસેથી એમ્ફોટેરીસીન-બી દવા ખરીદવાના પ્રયાસો કર્યા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે ‘એમ્ફોટેરીસિન-બી’ ના ઉત્પાદન માટે લાઇસન્સ મેળવનારી વધુ પાંચ કંપનીઓમાં, હૈદરાબાદની નાટ્કો ફાર્માસ્યુટિકલ્સ, ગુજરાતના વડોદરા સ્થિત એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સ ( Alembic Pharmaceuticals), ગુફિક બાયોસાયન્સ લિમિટેડ ગુજરાત ( Gufic Biosciences Ltd. Gujarat), પુનાની એમ્કોર ફાર્માસ્યુટિકલ્સ ( Amcore Pharmaceuticals,) અને ગુજરાતની લૈકા (Laika) કંપની સામેલ છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024