રાજ્ય સરકાર દ્વારા રૂ. 4 હજાર કરોડના વિકાસલક્ષી કામો શરૂ કરવાનું આયોજન, પ્રધાનમંત્રી આવાસ યોજના થકી રોજગારી આપવાનું આયોજન

02-Jul-2021

Gujarat : કોરોના મહામારી બાદ અનેક લોકો બેરોજગાર થયા છે. કોરોનામાં ગ્રામીણ વિસ્તારમાં રોજગારીની લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે ગ્રામીણ વિસ્તારમાં રોજગારી આપવા રાજ્ય સરકાર (State Government) કટિબદ્ધ છે.

રાજ્ય સરકાર દ્વારા રૂ. 4 હજાર કરોડના વિકાસલક્ષી કામો શરૂ કરવાનું આયોજન કર્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના થકી રોજગારી આપવાનું આયોજન થયું છે. મનરેગા હેઠળ રોજગારી આપવાનું આયોજન પણ છે. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ રોજગારી આપવાનું આયોજન છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રોજગારી આપવાનું આયોજન છે.

મુખ્યમંત્રી મહિલા ઉકર્ષ યોજના – શ્યામા પ્રસાદ મુખર્જી રૂબન યોજના થકી લોકોને રોજગારી અપાશે. તમામ યોજનાનું એકત્રીકરણ કરીને રૂ. 4000 કરોડ રોજગારી પાછળ ખર્ચવામાં આવશે. ગ્રામ્ય વિકાસ મંત્રી આર.સી. ફળદુને (R. C. Faldu) આ અંગેની જવાબદારી સોંપવામાં આવી છે. મંત્રી આર. સી. ફળદુ યોજનાને લઈને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પ્રવાસ કર્યા બાદ મુખ્યમંત્રીને રીપોર્ટ સોંપશે.

Author : Gujaratenews