ગુજરાતના 36 શહેરોમાં રાત્રી કરફ્યુ વધુ ત્રણ દિવસ લંબાવ્યો, 21મી મે સવારના 6 વાગ્યા સુધી રહેશે નિયંત્રણો-કરફ્યુ
18-May-2021
ગુજરાતના આઠ મહાનગરપાલિકા સહીત કુલ 36 શહેરોમાં લગાવેલો રાત્રી કરફ્યુ, તેમજ કેટલાક નિયંત્રણો આગામી 21મી મેના રોજ સવારના 6 વાગ્યા સુધી યથાવત રાખવાની જાહેરાત મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કરી છે. ગુજરાતમાં કોરોનાની સ્થિતિને કાબુમાં લેવા માટે ગુજરાત સરકારે 36 શહેરોમાં રાત્રીના 8 વાગ્યાથી બીજા દિવસના સવારના 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યુ લાદયો હતો. તો લોકડાઉન જેવા કેટલાક નિયંત્રણો પણ સરકારે લાદેલા છે. જે વધુ ત્રણ દિવસ લંબાવ્યા છે.
ગુજરાતમાં હાલ તાઉ તે વાવાઝોડાની સ્થિતિને લઈને, વહીવટીતંત્ર બચાવ અને રાહત કામગીરીમાં જોતરાયેલુ હોવાથી, રાત્રી કરફ્યુ અને લાદવામાં આવેલા નિયંત્રણોની સમીક્ષા બે દિવસ બાદ કરવામાં આવશે તેમ જણાવીને મુખ્યપ્રધાને કહ્યું કે, કોરોનાના કેસમાં ધટાડો થયો જરૂર થયો છે પણ તેમા સમીક્ષા કરવી જરૂરી છે.
36 શહેરોમાં છે રાત્રી કરફ્યુ.
અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, ગાંધીનગર, જૂનાગઢ, આંણદ, નડીયાદ, મહેસાણા, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ભૂજ, ગાંધીધામ, ભરુચ, સુરેન્દ્રનગર, અમરેલી, હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર અને વેરાવળ-સોમનાથ, ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર અને કડી તથા વિસનગરમાં રાત્રીના આઠ વાગ્યાથી બીજા દિવસે સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ રહેશે. સાથોસાથ કેટલાક નિયંત્રણો પણ રહેશે.
આ ચાલુ રાખી શકાશે.
અનાજ, કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી, ખાદ્યપદાર્થોની દુકાનો તથા ચશ્માની દુકાનોને 36 શહેરોમાં લાગુ પાડેલા નિયંત્રણોમાં ચાલુ રાખવા દેવાશે. રાત્રી કરફ્યુ અને નિયંત્રણો ધરાવતા ગુજરાતના 36 શહેરોમાં તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ, અગાઉની માફક યથાવત ચાલુ રાખી શકાશે.
આ બંધ રહેશે.
આ સમયગાળા દરમિયાન સમગ્ર રાજ્યમાં શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો (ઓનલાઇન શિક્ષણ સિવાય), સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, મનોરંજક સ્થળો, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર, જીમ, સ્વિમીંગ પુલ ઉપરાંત તમામ પ્રકારના મોલ, મલ્ટીપ્લેકક્ષ, તથા કોમર્શીયલ કોમ્પ્લેક્ષ બંધ રહેશે.
50 ટકા જ હાજરી
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ એવી પણ જાહેરાત કરી હતી કે, રાજયમાં કોરોના સંક્રમણ ઘટાડવા માટે સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન, બેંક, ફાયનાન્સ, ટેકને લગતી સેવાઓ, કેશ ટ્રાન્ઝેક્શન સેવાઓ, બેંકના ક્લીયરીંગ હાઉસ, એ.ટી.એમ રીપેરર્સ, સ્ટોક એક્સચેન્જ, સ્ટોક બ્રોકરો, ઈન્સ્યોરન્સ કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઓફિસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા 50 ટકા સુધી જ રાખી શકાશે.
રાજ્યભરના APMCમાં માત્ર શાકભાજી તથા ફળ-ફળાદીનું જ ખરીદ વેચાણ ચાલુ રાખવાનું રહેશે. આ દરમિયાન પણ સરકારે કોવિડ19 અંગે બહાર પાડેલ માર્ગદર્શીકાઓનું પાલન કરવાનું રહેશે.
.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024