બળાત્કારની ઘટના અટકાવવા ઇન્ટરનેટ કાફે, કપલ બોક્સ, OYO જેવી હોટલોમા લોકલ આઇ.ડી.ધારક લઈને જતા કપલને પ્રતિબંધ

30-Dec-2023

અરજદારોએ રજુઆત કરેલ છે કે, ગુજરાતમાં વિધ્યાર્થીનીઓ અને સગીર વયની બાળાઓ સાથે દુષ્કર્મ/ બળાત્કારના બનાવો વધ્યા છે તથા આ પ્રકારના કિસ્સાઓ મીડિયા મારફતે બહાર આવે છે. 

૧૮ વર્ષથી નીચેની છોકરીઓ અને ૨૧ વર્ષથી નીચેના છોકરાઓને ઉકત જગ્યા પર પ્રવેશ આપવું નહી

સોશ્યલ મીડિયા મારફતે દોસ્તી કરી, ઓળખાણનો દુરુપયોગ કરી ઇન્ટરનેટ કાફે/ કપલ બોક્સ, ઓયો જેવી હોટેલો કોઇ પણ પુરાવા અથવા ડોક્યુમેન્ટસ વગર અથવા તેમાં છેડછાડ કરીને એકાંત પળો માટે રૂમ ફાળવી દેવામાં આવે છે. રૂમમાં આવનાર છોકરીઓની ઉંમર, નામ, સરનામા જેવી કોઇ માહિતી હોટેલ કે કપલ બોક્સવાળા દ્વારા ધ્યાનમાં લેવામાં આવતી નથી. જેથી અરજદારોએ આવી સમસ્યાઓના નિરાકરણ માટે નીચે મુજબ ભલામણો સૂચવેલ છે. ઉપરોકત વિષય અન્વયે જણાવવાનુ કે, અરજદાર (૧) હિતેશભાઇ બી. જાસોલીયા (૨) કુલદીપ ગોહેલ (૩) રઘુવીર પટેલ (૪) ઉમેશ નાકરાણી (૫) સંજય ઇઝાવા (૫) મહેશ એ.આલગીયા દ્વારા અરજી અત્રે પ્રાપ્ત થયેલ છે.

 

૧. ઇન્ટરનેટ કાફે/ કપલ બોક્સ, લોકલ હોટેલ્સ અને ઓયો હોટેલ્સમાં નોંધણી કરવાનું ફરજીયાત રહેશે.

 

૨. ઉક્ત જગ્યાના અલગ અલગ ભાગોમાં (એન્ટ્રેન્સ, રિસેપ્શન, લોબી) સી.સી.ટી.વી. સુવિધા ફરજીયાત કરવાની રહેશે.

 

૩. ઉપરોક્ત જગ્યાઓ પર આવનાર વ્યક્તિઓનાં વેલીડ આઇ.ડી.કાર્ડની નકલ લેવાનું ફરજીયાત રહેશે.

 

૪. ૧૮ વર્ષથી નીચેની છોકરીઓ અને ૨૧ વર્ષથી નીચેના છોકરાઓને ઉકત જગ્યા પર પ્રવેશ આપવું નહી.

 

૫. ૧૦૦ કીલોમીટર અંતરના લોકલ આઇ.ડી.ધરાવતા કપલ,સ્ટુડન્ટને કોઇ પણ સંજોગમાં ઉકત જગ્યાએ પ્રવેશ આપવું નહી.

 

૬. ઉકત જગ્યાએ પ્રવેશ કરનાર કપલ પોતાના ફેમિલીનો સંપર્ક નંબર આપવાનું રહેશે.

 

૭. શંકાસ્પદ કપલ સ્ટુડન્ટને પ્રવેશ આપવાની પરિસ્થિતિ ઉભી થાય તો ૧૦૦ નંબર પર કોલ કરીને જાણકારી આપવી ફરજીયાત રહેશે.

 

૮. ઉપરોક્ત નિયમો ભંગ કરનાર ઈન્ટરનેટ કાફે/કપલ બોક્સ, લોકલ અને OYO જેવી હોટેલોના મનેજર અને માલિક બન્ને સમાન રીતે ગુનેગાર રહેશે.

 

૯. ઈન્ટરનેટ કાફે/કપલ બોક્સ, લોકલ અને OYO જેવી હોટેલોમાં થતા કોઇ પણ કિસ્સા અંગેની ફરીયાદમાં મેનેજર અને માલિક બન્ને સમાન રીતે આરોપીઓ બનશે.

 

૧૦. આવા નિયમો સોશિયલ મીડિયા મારફતે લોકો સુધી પોહચાડી જાગૃતિ ફેલાવવાની રહેશે

 

અરજદારોના ઉપરોકત મુદ્દાઓ પૈકી મુદ્દા નં. ૧ થી ૪ તથા નં. ૮, ૯ અંગે સુરત શહેર પોલીસ દ્વારા બહાર પાડવામા આવેલ જાહેરનામામાં જોગવાઇઓ કરવામાં આવે છે. સદર જાહેરનામાની જોગવાઇઓનો ભંગ થાય તેવા કિસ્સામાં ઇ.પી.કો. કલમ ૧૮૮ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી કરવામાં આવે છે. વધુમાં સુરત શહેરના ક્રાઇમ બ્રાન્ચની વિવિધ શાખાઓ તથા લોકલ પોલીસ વિવિધ વિસ્તારોમાં હોટલોમાં ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા અવાર નવાર ચેકીંગ હાથ ધરવામાં આવે છે. તેમજ જરૂર જણાય ત્યારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. અ.નં. ૫ થી ૭ ના મુદ્દામાં કરેલ ભલામણો જોતા નીતિ વિષયક હોઇ તેમજ વ્યક્તિ સ્વાતંત્ર્યને લગત હોઇ તે અંગે અત્રેની કચેરી તરફથી કંઇ કાર્યવાહી કરવાની રહેતી નથી. મુદા નં. ૧૦ જોતા નિયમો અંગે સોશ્યલ મીડિયા મારફતે જાગૃતિ ફેલાવવા ભલામણ કરેલ છે. જેથી અરજી અંગે વધુ કંઇ કરવાનું રહેતુ ન હોય, આ બાબતથી અરજદારશ્રીને સમજ કરેલ છે. જે આપશ્રીને વિદીત થવા વિનંતી છે.

 

Author : Gujaratenews