હાલ પીયૂષ જૈનનું નામ દરેક લોકોના મોઢે ચડી ગયું છે. અત્તરના આ વેપારીના કાનપુર-કન્નૌજના ઘરેથી 194 કરોડની રોકડ, 64 કિલો સોનું, 600 લીટર ચંદનનું તેલ જેવી વસ્તુઓ મળી આવી છે. પરંતુ પીયૂષ જૈન સુધી આખરે ઈન્કમટેક્સની ટીમ કઈ રીતે પહોંચી, તે વાત ઘણી જ રસપ્રદ છે.
ઈન્કમટેક્સ ટીમે દરોડા દરમિયાન સૌથી પહેલાં P કી-વર્ડ ટ્રેસ કર્યો. આ P કી-વર્ડ પી જૈન માટે હતો. અને બંને પીની સરનેમ જૈન હતી. કન્નૌજમાં પી. જૈનના નામથી અત્તરના બે વેપારી હતી. જેમાંથી પહેલા પી. જૈનનું આખું નામ પુષ્પરાજ ઉર્ફે પમ્પી જૈન છે, જે સપાનો MLC છે.
બીજો પી.જૈન પીયૂષ જૈન છે. જે આ અખૂટ સંપત્તિનો માલિક છે. ઈન્કમટેક્સની ટીમ પહેલાં પી. જૈનને ત્યાં રેડ પાડવા નીકળી હતી પરંતુ પહોંચી બીજા પી. જૈનને ત્યાં. ટીમની આ એક ભૂલથી દેશની સૌથી મોટી રેડ લાઈમલાઈટ આવી છે.23 ડિસેમ્બરે પીયૂષ જૈનને ત્યાં દરોડા કરાયા હતા.
કાનપુરમાં પીયૂષ જૈનના ઘરે 23 ડિસેમ્બરે DGGI (ડાયરેક્ટરેટ જનરલ ઓફ જીએસટી ઈન્ટેલિજન્સ) અને ઈન્કમટેક્સે દરોડા પાડ્યા હતા. અહીં અખૂટ સંપત્તિ મળ્યા બાદ પીયૂષ જૈનના કન્નૌજ સ્થિત ઘરે દરોડા પાડ્યા. અનેક દિવસો સુધી ચાલેલી કાર્યવાહીમાં બંને ઘરમાંથી કુલ 194 કરોડ રૂપિયાની રોકડ અને 23 કિલો સોનું, 600 લીટર ચંદનનું તેલ મળ્યું.
તપાસમાં ખ્યાલ આવ્યો કે આ ઘર કન્નૌજના એક અત્તરના વેપારી પી.જૈનનું છે. જે બાદ સમાચાર સામે આવ્યા કે આ તે પી.જૈન છે જેને સપા અત્તર બનાવ્યું હતું. પરંતુ બાદમાં વાત ખોટી પડી અને હકિકત સામે આવી કે આ પીયૂષ જૈન છે, જે સપાનો નેતા નથી.
પીયૂષ જૈનનો સપા સાથે કોઈ જ સંબંધ નથી
અત્તર બનાવનાર પી.જૈનનું પહેલું નામ પીથી શરૂ થાય છે અને અટક જૈન છે. બંને કન્નૌજમાં એક જ ગલીમાં રહે છે. પરંતુ જે જૈનના ઘરે દરોડા પાડવામાં આવ્યા તે સપા અત્તર બનાવનાર ન હતો. હકિકતમાં તેનું નામ પુષ્પરાજ જૈન ઉર્ફે પમ્પી હતું. પરંતુ જે પી. જૈનના ઘરે ઈન્કમટેક્સના દરોડા પડ્યા તે પીયૂષ જૈન છે, અને તેને સપા સાથે કંઈ લાગતું વળગતું નથી.
PMએ કહ્યું- સપાએ યુપીમાં ભ્રષ્ટાચારનું અત્તર છંટકાવ્યું હતું
દરોડા વચ્ચે 28 ડિસેમ્બરે PM મોદીએ કાનપુરમાં જ હતા. જ્યાં તેઓએ સપા પર નિશાન સાધ્યું અને કહ્યું હતું કે- જેઓએ યુપીમાં ભ્રષ્ટાચારનું અત્તર છંટકાવ્યું તે આજે બધાંની સામે છે. હવે તેઓ ક્રેડિટ લેવા માટે આગળ નથી આવતા.
અખિલેશનો પલટવાર- BJPએ પોતાના લોકો પર દરોડા પડાવ્યા
પી. જૈનના ઘરે દરોડા પાડ્યા બાદ 28 ડિસેમ્બરે જ ઉન્નાવમાં સપા અધ્યક્ષ અખિલેશ યાદવે BJP પર પલટવાર કર્યો. અને કહ્યું- BJP હકિકતમાં પુષ્પરાજ ઉર્ફે પમ્પી જૈનને ટાર્ગેટ બનાવવા માગતા હતા. અમારા MLC પુષ્પરાજ જૈને સમાજવાદી પાર્ટીના નામે અત્તર બનાવ્યું હતું. ભાજપે પોતાના પીયૂષ જૈનના ઘરે દરોડા પડાવ્યા.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024