SBIમાં ખાતું હોય તો જાણી આ નવો નિયમ, ATMમાંથી પૈસા ઉપાડવા અંગે મોટો ફેરફાર, SBIએ ટ્વીટ કરીને આપી માહિતી
30-Nov-2021
દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ (State Bank of India-SBI) એક મોટો બદલાવ કર્યો છે, જેની માહિતી બેંકના તમામ એકાઉન્ટ ધારકો (SBI account holders)ને હોય તે જરૂરી છે. એસબીઆઈએ તેમના એટીએમમાંથી થતાં ટ્રાન્ઝેક્શન (SBI ATM cash withdrawal)ની સુરક્ષા માટે મહત્ત્વનું પગલું ભર્યું છે. જો તમે એસબીઆઈના એટીએમ (SBI ATM)માંથી કોઈ જ વિઘ્ન વગર રકમ ઉઠાવવા માંગો છો તો આ ફેરફાર વિશે જાણકારી મેળવી લેવી જરૂરી છે.
OTP આધારિત રોકડ ઉપાડ વ્યવ્સથા
બેંકે તાજેતરમાં જાહેરાત કરી છે કે બેંકના ગ્રાહકો હવે પહેલાથી નિશ્ચિત મર્યાદામાં એસબીઆઈ એટીએમમાંથી ઓટીપી મારફતે પૈસા ઉઠાવી શકશે. આ કેસમાં તમે જ્યારે એટીએમમાંથી પૈસા ઉઠાવશો ત્યારે બેંક તમને એક ઓટીપી આપશે. આ ઓટીપી દાખલ કર્યાં બાદ જ તમે ટ્રાન્ઝેક્શન પૂર્ણ કરી શકશો. એસબીઆઈ તરફથી પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલ પર આ માહિતી આપવામાં આવી છે. બેંક તરફથી ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે, "બેંકના એટીએમમાંથી ઓટીપી આધારિત પૈસા ઉપાડવાની અમારી વ્યવસ્થા કૌંભાડીઓ સામે રક્ષણ આપવા માટે છે."
આ સિસ્ટમ લાવવા પાછળનો બેંકનો મુખ્ય ઉદેશ્ય તેના ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવાનો છે. આ વ્યવસ્થા હેઠળ 10,000 કે તેનાથી વધારેની રકમ ઉઠાવવા પર ઓટીપીની જરૂર રહેશે. 9,999 રૂપિયા કે તેનાથી ઓછી રકમ ઉપાડવા માટે તમારે ઓટીપીની કોઈ જ જરૂરિયાત રહેતી નથી. ગ્રાહકોની મૂડીની સુરક્ષા માટે બેંક તરફથી આ નવી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.
એટીએમમાંથી રોકડ ઉઠાવવાની રીત:
- એસબીઆઈના ગ્રાહકોએ એસબીઆઈના એટીએમમાંથી 10 હજાર કે તેનાથી વધારે કેશ ઉપાડવા માટે OTP દાખલ કરવો પડશે. આ ઓટીપી ગ્રાહકના બેંક સાથે નોંધાયેલા મોબાઇલ નંબર પર જ મોકલવામાં આવશે. ચાર આંકડાનો OTP ફક્ત એક જ ટ્રાન્ઝેક્શન માટે માન્ય રહેશે.જ્યારે તમે એટીએમ મશીન ખાતે 10,000 કે તેનાથી વધારે રકમના ઉપાડ માટે રકમ દાખલ કરશો ત્યારે એટીએમની સ્ક્રીન પર ઓટીપી સબમિટ કરવાનું કહેવામાં આવશે. તમારા મોબાઇલ પર આવેલા ઓટીને એટીએમમાં દાખલ કર્યાં બાદ જ રકમ ઉપડી શકશે.
ઉલ્લેખનીય છે કે એસબીઆઈ ભારતની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક છે. દેશમાં એસબીઆઈની 22,224 બ્રાંચ આવેલી છે. આ ઉપરાંત બેંક હાલ 63,906 જેટલા ATM/CDMs ધરાવે છે. ઓનલાઇન બેન્કિંગ અને મોબાઇલ બેન્કિંગની વાત કરીઓ તો હાલ ક્રમશ: 91 મિલિયન અને 20 મિલિયન ગ્રાહકો આ બંને સેવાનો લાભ ઉઠાવે છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024