ટાટા પાવરે દેશભરમાં લગાવ્યા 1,000 EV ચાર્જિંગ સ્ટેશન, જાણો તમારા શહેરમાં છે કે નહીં

30-Oct-2021

નવી દિલ્હી: દેશની ખાનગી ક્ષેત્રની કંપની ટાટા પાવરે (Tata Power) દેશભરતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ (Electrict vehicle) ચાર્જ કરવા માટે 1,000થી વધારે ચાર્જિંગ સ્ટેશન (EV Charging stations) લગાવી દીધા છે. ટાટા પાવરે જમશેદપુર શહેરમાં ચાર જગ્યાએ ચાર્જિંગ સ્ટેશન લગાવ્યા છે. 1,000 જાહેર ઈવી ચાર્જિંગ સ્ટેશનોનું આ નેટવર્ક ટાટા પાવરના ગ્રાહકો માટે ઓફિસો, મૉલ, હોટલો, રિટેલ આઉટલેટ્સ અને જાહેર સ્થળે પર ઊભું કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 10,000 હોમ ઈવી ચાર્જિંગ પોઇન્ટ્સ છે જે વાહનો માલિકોને તેમના વાહનો ચાર્જ કરવાની સુવિધા આપશે.એચપીના પેટ્રોલ પંપ પર હશે ચાર્જિંગ સ્ટેશન

જુલાઈ 2021માં ટાટા પાવર અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિડેટે દેશના અનેક પ્રમુખ શહેરો અને ધોરીમાર્ગો પર HPCLના રિટેલ આઉટલેટ્સ (પેટ્રોલપંપો) પર એન્ડ ટૂ એન્ડ EV ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટે હાથ મિલાવ્યા હતા.

કંપનીએ તાજેતરમાં જ જાહેરાત કરી છે કે તે એચપીસીએલના પેટ્રોલપંપ પર ચાર્જિંગ સ્ટેશન બનાવશે. આ ઉપરાંત મુંબઈમાં કંપની કોમર્શિયલ અને રહેણાંક પ્રોજેક્ટ્સમાં પણ પોતાના ચાર્જિંગ સ્ટેશન બનાવશે.

Author : Gujaratenews