SURAT : વર્લ્ડ સ્ટ્રોક ડે નિમિત્તે જાગૃતતા હેતું શહેરમાં સેમિનાર થયો

30-Oct-2021

વર્લ્ડ સ્ટ્રોક ડે (World Stroke Day) દર વર્ષે 29 ઓક્ટોબરે મનાવવામાં આવે છે. તેનો હેતુ આ બીમારીના વધી રહેલા દર્દી અને તેની ગંભીરતાને લઈને જાગૃત્તિ ફેલાવવાનો છે. ફક્ત ભારતમાં નહીં, પણ દુનિયાભરના લોકોમાં જોવા મળતી વિકલાંગતા અને મૃત્યુના સૌથી મુખ્ય કારણોમાંથી એક છે સ્ટ્રોક (stroke). સ્ટ્રોક, લકવો કે પક્ષાઘાત મગજથી જોડાયેલી ગંભીર બીમારી છે જેનો શિકાર કોઈ પણ, ક્યારેય પણ થઈ શકે છે.મગજને લોહી પહોંચાડનારી નળીમાં ખામી સર્જાતા શરીરનું કોઈ અંગ કામ કરતું બંધ થઈ જાય તો તેને સ્ટ્રોક કહે છે. જો સમયસર તેનો ઈલાજ ન થાય તો વ્યક્તિ જિંદગીભર વિકલાંગ બની શકે છે.વર્લ્ડ સ્ટ્રોક કેમ્પેઈનની રિપોર્ટ મુજબ, દર વર્ષે આશરે દોઢ કરોડ લોકો લકવાના શિકાર થાય છે. તેમાંથી લગભગ 50 લાખ લોકોના મૃત્યુ આ જ ગંભીર બીમારીને લીધે થાય છે અને 50 લાખ લોકો અપંગ બની જાય છે. રિપોર્ટ મુજબ દર 33 સેકન્ડે વ્યક્તિને લકવો થાય છે અને દર 3 મિનિટે કોઈ એક વ્યક્તિ સ્ટ્રોકને લીધે મૃત્યુ પામે છે. એક અંદાજ મુજબ લકવા દરમ્યાન દર સેકન્ડે લગભગ 32,000 જેટલા મગજના કોષો નાશ પામતા હોય છે. આજરોજ તા. 29 ઓક્ટોબર 2021 ના દિવસે " વર્લ્ડ સ્ટ્રોક ડે " નિમિતે

સુરતની IDCC હોસ્પિટલનાં ડો.નિરવ ગોંડલીયા (ICU સ્પેશલિસ્ટ & ઈમરજન્સી ફિઝિશિયન) દ્રારા સ્ટ્રોક જાગૃતતા વિષય પર પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું.આ કાર્યક્રમને સફળ કરવા IDCC હોસ્પિટલની ટીમને DICF સંસ્થાનો સહયોગ મળ્યો હતો. આ કાર્યક્રમ નિમિત્તે IDCC હોસ્પિટલનાં ડૉ.ચંદ્રકાંત ઘેવરિયા, ડૉ.પ્રતિક સાવજ, ડૉ.પૂર્વેશ ઢાંકેચા તથા ડૉ.નિશ્ચલ ચોવટિયા, ડૉ. ભાવિન શિરોયા અને નિલેશભાઈ બોડકી સાથે DICF ટીમ હાજર રહી હતી.

Author : Gujaratenews