સોશિયલ આર્મી ગ્રુપ દ્વારા સ્માઈલ કિટ વિતરણનું થયું આયોજન

30-Oct-2022

Surat :સ્માઈલ કીટ અર્થાત ખુશીઓની વહેંચણી. દિવાળી જેવા મહાપર્વ પર પોતાના માટે તો સહુ કોઈ કરે છે. પરંતુ જરૂરિયાતમંદ સભ્યોના ચહેરા પર ખુશીઓ લાવવી એ જ સાચી દિવાળી છે. કારણકે તહેવાર ઉજવવાનો અધિકાર સહુ કોઈને છે. પરંતુ જ્યારે કોઈ અભાવમાં હોય છે ત્યારે આવા સભ્યોના ચહેરા પર સ્મિત લાવવું એ આપણી નૈતિક જવાબદારી બને છે. આવું જ કાર્ય કરતું સંગઠન એટલે સોશિયલ આર્મી ગ્રુપ. આ સંસ્થા સંચાલિત પ્રોજેક્ટ "અન્ન સાથી" હેઠળ દિવાળી મહાપર્વ દરમ્યાન જરૂરિયાતમંદ લોકો માટે તથા શ્રમજીવી પરિવારો માટે છેલ્લા સાત વર્ષથી ચાલતી અવિરત નિઃસ્વાર્થ સેવા એટલે "સ્માઈલ કીટ" જેનું આ આઠમું વર્ષ છે જેથી તેનું હર્ષભેર આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષ કરતા આ વર્ષે કઈક અલગ રીતે એને ઉજવવાનો આ ગ્રુપ દ્વારા પ્રયાસ કરી થઈ રહ્યો છે. આ વર્ષે 1000 જેટલી સ્માઈલ કીટનું વિતરણ કરાઈ રહ્યું છે સ્માઈલ કીટ મા આ વર્ષે કીટમાં રહેલી વસ્તુઓમાં પણ વધારો કરવામાં આવ્યો છે, જેમ કે નાનખટાઈ, પીનટ ચીકી, ભાખરવડી, બિસ્કીટ, ડ્રાય ફ્રુટ (કાજુ, બદામ, દ્રાક્ષ), પિસ્તા સ્ટીક, ક્રીમ રોલ, ફ્રુટ ગમિશ, નમકીન ગાઠીયા તથા તીખું મીઠું ભૂસુ વગેરે વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને સાથે સાથે પહેરી શકાય તેવા વસ્ત્રોનું પણ વિતરણ કરવામાં આવે છે. આ સ્માઈલ કીટ આપવાનો હેતુ એ છે કે દિવાળી જેવા મહાપર્વ મા કોઈ નિરાધાર અને નિરાશ ચહેરા પર સ્મિત આવે અને શ્રમજીવી પરિવારો પણ હસતા મુખે દિવાળી પર્વની ઉજવણી કરી શકે. આ સ્માઈલ કીટ ની પેકિંગ પ્રક્રિયા 3-4 દિવસ સુધી ચાલે છે ત્યાર બાદ વિવિધ આશ્રમોમા વિતરણની શરૂઆત કરવામાં આવે છે જેવા કે આંબોલી સ્થિત જનનીધામ આશ્રમ, વાલક સ્થિત જીવન જ્યોત માનવ આશ્રમ, નાના વરાછા સ્થિત ઉન્નતિ મંદ બુદ્ધિ આશ્રમ, યુવા જાગૃતિ ચેરીટેબલ ટ્રસ્ટના વિદ્યાર્થીઓ ત્યાર બાદ દિવાળી પર્વ સુધી વિવિધવિસ્તારોમા નિરાધાર અને શ્રમજીવી લોકો સુધી રોડ પર ડ્રાઇવ કરી તેનું વિતરણ કરવામાં આવે છે, આ સ્માઈલ કીટ મા ગ્રુપ સાથે જોડાયેલા લોકો જે હાલમાં વિવિધ દેશોમા સ્થાયી થયા છે, તેમજ UK થી મોટી સંખ્યામાં મિત્રોનો સહયોગ રહ્યો છે અને આ સ્માઈલ કીટ હાથ માં આવતા જ લોકો ની ખુશી અને આશીર્વાદ ખરા અર્થમાં દિવાળી સાર્થક કરવામાં પ્રેરિત કરે છે સોશિયલ આર્મી ગ્રુપ થકી થતા કાર્યો લોકોને વધારે સારા કાર્યો કરવા માટે પ્રેરણારૂપ બને છે.

किसीकी मुस्कुराहटों पे हो निसार

किसीका दर्द मिल सके तो ले उधार

किसीके वास्ते हो तेरे दिल में प्यार, जीना इसीका नाम है !!!!!

Author : Gujaratenews