સુરત: શહેરમાં સ્થાયી થયો હોય એવા અધેવાડા ગામનાં સાચપરા પરિવારમાં પરમાદાદાનાં પરિવારનું 11મું સ્નેહમિલન મોટા વરાછા ખાતે શ્યામવાડીમાં યોજાયું હતું.
સાચપરા પરિવારનુ સ્નેહમિલન યોજાયુ
કોઈ એક ગામનાં કોઈ એક પરિવારમાંથી સાતમાંથી એક દાદાનો 200 સભ્યોનો પરિવાર જે પોતાના મૂળ વતનથી 370 કિમી દૂર વસેલા સુરત શહેરમાં સ્થાયી થયો હોય એવા અધેવાડા ગામનાં સાચપરા પરિવારમાં પરમાદાદાનાં પરિવારનું 11મું સ્નેહમિલન મોટા વરાછા ખાતે શ્યામવાડીમાં યોજાયું હતું.
ભાવનગરની બાજુમાં આવેલા અધેવાડા ગામનાં સભ્યો ઘણા વર્ષો પહેલા વ્યવસાય અર્થે સુરત આવ્યા હતા એમાં સાચપરા પરિવારનાં ઘણા સભ્યો હતા જેમાં પરમાદાદાનાં પરિવાર સભ્યોનો પણ સમાવેશ થતો હતો જેની અત્યારે સંખ્યા 200 સભ્યોની થઈ છે એનો નવા વર્ષનો સ્નેહમિલન સમારોહ આજે યોજાયો હતો. વધુ માહિતી આપતા આ પરિવારનાં સંચાલક જીતુભાઈ સાચપરા જણાવે છે કે આ પરિવારનાં મુખ્ય સભ્યો મહિનામાં એક વખત મળી એકબીજાને મદદરૂપ બને છે. અને વર્ષે એક વખત આખો દિવસ પરિવાર સાથે ફાર્મમાં વિતાવે છે. તેમજ દર નવા વર્ષે એક જગ્યાએ ભોજન સાથે સ્નેહમિલન કરે છે. જેમાં નાના બાળકોથી લઈને વડીલો સુધી દરેક સભ્યો ભાગ લે છે. અને વયમાં નાના સભ્યો વડીલોને પગે લાગી આશીર્વાદ મેળવે છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024