ફરી પાટીદાર અનામત આંદોલનના ભણકારા, 2022ની ચૂંટણી પહેલા પાટીદાર યુવાનો ફરી એક્શનમાં, PAAS-SPG એક થઈને કરશે આ કામ
30-Sep-2021
ફાઈલ તસવીર
ગુજરાતમાં હાલ ચૂંટણીનો માહોલ છે ત્યારે વિધાનસભા ચૂંટણી પહેલા પાટીદાર યુવાનો એકશનમાં આવી ગયા છે. કારણકે પાટીદાર અનામન આંદોલનને સમિતિ દ્વારા બેઠક ગોઠવવામાં આવી છે. આ બેઠકમાં PAAS અને SPG એકજ છત હેઠળ આવી ગયું છે. જેથી આંદોલનને હવે નવો વેગ મળે તેવી શક્યતા વર્તાઈ રહી છે.
પાટીદાર અનામત આંદોલનનો મુદ્દો ફરી ગાજ્યો છે. તા. 04/10/2021ના રોજ ગાંધીનગર ખાતે પાટીદાર સમાજના અનામત વિષયે સર્વે કરવા બાબત અને શહીદ પરિવારોના નોકરી અને પોલીસ કેસ પરત ખેંચવા બાબતે પાટીદાર સમાજના અગ્રણીઓ ગાંધીનગર ખાતે એકઠા થઇને સરકાર સામે બાયો ચડાવશે. આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને પણ પાટીદારો સરકાર સામે પડે તેવા એંધાણ છે.
ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનના કારણે સમગ્ર ભારતમાં બિન અનામત વર્ગને ૧૦% EWSનો લાભ મળતો થયો ત્યારે 2017થી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવેલ તે મુજબ પડતર માંગણીઓ બાબતે મીટીંગનું ગાંધીનગર ખાતે આયોજન કરાયું છે.
મીટિંગના મુખ્ય મુદ્દાઓ:
1) પાટીદાર સમાજની અનામતની માંગણી બાબતે સર્વેની અરજી બાબતે.(ભારત સરકારના બંધારણીય સુધારા 127 મુજબ રાજ્ય સરકારને અપાયેલા અધિકારો મુજબ.
2) શહીદ પરિવારોને નોકરી આપવાની માંગણીઓનો ઉકેલ લાવવા બાબતે રજૂઆત.
3) પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલ પોલીસ કેસ પરત ખેંચવા બાબતની રજૂઆત.
4) બિનઅનામત વર્ગના નિગમ દ્વારા પડતી મુશ્કેલીની રજૂઆત.
5) મહિલા અનામત બાબતે રજૂઆત.
6) ગામ,તાલુકા અને જિલ્લા લેવલે સામાજિક સંગઠન બાબતે.
પાટીદાર સમાજના પ્રશ્નોને લઇને પાટીદાર અનામત આંદોલન સમિતિ અને સરદાર પટેલ સેવાદળ અને બંને માતૃ સંસ્થાના પ્રતિનિધિઓ, અન્ય રાજ્યોના આંદોલનકારીઓ અને ગુજરાતના અન્ય સંગઠનોના આગેવાનો સાથે સંયુક્ત મિટિંગ અને ચિંતન શિબિરનું આયોજન તારીખ 04/10/2021ના રોજ ગાંધીનગર ખાતે નીચેના સ્થળે રાખવામાં આવેલ છે. આ મીટિંગ મા દરેક રાજકીય પક્ષોની વિચારધારા સાથે જોડાયેલ આંદોલનકારીઓ પણ હાજર રહેશે. આગામી મીટીંગ બાદ આગળની રણનીતિ જાહેર કરવામાં આવશે.
મીટીંગ સ્થળ:- 56 ભોગ રેસ્ટોરન્ટ, સરગાસણ, ગાંધીનગર તારીખ:- 04/10/2021 - સોમવાર સમય:- બપોરે 1:00 વાગ્યા થી 5:00 વાગ્યા સુધી.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024