GOOD NEWS: દેશમાં સૌપ્રથમ બુલેટ ટ્રેન ગુજરાતમાં આ રૂટ પર દોડશે, રેલવે મંત્રીએ કરી જાહેરાત
30-Sep-2021
દેશમાં પ્રથમ બુલેટ ટ્રેન વર્ષ 2026માં મળશે અને સૌ પ્રથમ સુરતથી બિલિમોરા વચ્ચે દોડશે, રેલવે મંત્રીએ કરી જાહેરાત, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતમાં જમીન સંપાદનની કામગીરી પૂરી
દેશમાં હવે બુલેટ ટ્રેનનું સ્વપ્ન બહુ જ જલ્દી સાકાર થવા જઈ રહ્યું છે, હવે દેશની પ્રથમ બુલેટ ટ્રેન વર્ષ 2026માં મળશે અને તેના માટે તેના રૂટની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે, મહત્વનું છે કે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે દેશમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ થાય અને ટ્રેન દોડતી થાય તે માટે સતત પ્રયત્ન કરી રહી છે.
સુરતથી બિલિમોરા વચ્ચે દોડાવવાશે બુલેટ ટ્રેન
આપને જણાવી દઈએ કે પ્રથમ હાઈસ્પીડ બુલેટ ટ્રેન પોજેક્ટ માટે ગુજરાતમાં જમીન સંપાદનની કામગીરી લગભગ પૂર્ણ કરી દેવામાં આવી છે, જો કે હજુ મહારાષ્ટ્રમા આ કામગીરી ખૂબ ઓછી થઈ શકી છે, તેમ છતા દેશમાં પહેલી બુલેટ ટ્રેન સુરતથી બિલિમોરા વચ્ચે દોડાવવામાં આવે તેવું અનુમાન સેવાઈ રહ્યું છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વધુમાં જણાવ્યું છે કે દેશમાં પહેલી વાર અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ શરૂ કરવામાં અનેક તકલીફો આવી છે. બુલેટ ટ્રેનની ડિઝાઇન જાપાનની બુલેટ ટ્રેનની ડિઝાઈનમાં સંશોધન કરી ભારતની આબોહવાને ધ્યાનમાં રાખી તૈયાર કરવામાં આવી છે.
સુરતમાં વિવિધ સ્થળે 50 જેટલા પિલર પણ તૈયાર કરાયા
મહત્વનું છે કે હાલમાં ગુજરાતમાં પ્રોજેક્ટની કામગીરી પર ખૂબ જ ઝડપથી કામ ચાલી રહ્યું છે તેમજ વડોદરાથી વાપી સુધીમાં વિવિધ સ્થળે 50 જેટલા પિલર પણ તૈયાર કરાઈ રહ્યા છે મહત્વનું છે કે સપ્ટેમ્બર 2017માં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું તે બાદ આ પ્રોજેક્ટ 2023 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક અપાયો હતો પરંતુ જમીન સંપાદનની કામગીરીમાં વિલંબ અને કોરોના મહામારીને પગલે આ પ્રોજેક્ટમાં વિલંબ થઈ રહ્યો છે, જેના પગલે હવે આ પ્રોજેક્ટ પૂર્ણ થવામાં હજુ 5 વર્ષથી વધુનો સમય લાગી શકે છે પ્રથમ તબક્કામાં બુલેટ ટ્રેન સુરતથી બિલિમોરા વચ્ચે દોડાવવામાં આવશે તેવી જાહેરાત રેલવે મંત્રીએ જાહેરાત કરી છે.
Author : Gujaratenews
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024