ન્યૂયોર્ક ઃ ટેસ્લા અને xAIના માલિક તેમજ અમેરિકન અબજોપતિ એલન મસ્કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટમાંથી પોતાને અલગ કરી દીધા છે. ભારતીય સમય પ્રમાણે ગુરુવારે સવારે 5:30 વાગ્યે મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી હતી.
ટ્રમ્પના સલાહકાર તરીકેનો મારો સમય હવે પૂરું થયો છે. હું આ જવાબદારી માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર માનું છું.
મસ્કે કહ્યું હતું કે, "ટ્રમ્પના સલાહકાર તરીકેનો મારો સમય હવે પૂરું થયો છે. હું આ જવાબદારી માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર માનું છું." તેઓ ટ્રમ્પ વહીવટમાં ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE)ના વડા તરીકે કાર્યરત હતા, જેના ઉદ્દેશ સરકારી ખર્ચમાં ઘટાડો લાવવાનો હતો.
અંતિમ દિવસ પહેલાં રાજીનામું
મસ્કને ટ્રમ્પે 30 મે, 2025 સુધી DOGE ચીફ બનાવ્યા હતા. મસ્કે કાર્યકાળ પૂરો થવાના એક દિવસ પહેલાં રાજીનામું આપ્યું. તેમનું કહેવું હતું કે તેઓ ટ્રમ્પના "બિગ બ્યુટિફુલ બિલ" સામે હતા, કારણ કે તે બિલ સરકારી ખર્ચ ઘટાડવાના ઉદ્દેશના વિરુદ્ધ હોવાનું તેમને લાગતું હતું.
મસ્ક-ટ્રમ્પ મતભેદની પૃષ્ઠભૂમિ
ELon Musk ટ્રમ્પના ચૂંટણીપ્રચાર દરમિયાન પણ સાથમાં હતા. પરંતુ "બિગ બ્યુટિફુલ બિલ" સહિત નાણાકીય અને નીતિગત મુદ્દાઓ પર બંને વચ્ચે મતભેદો ઊંડા થયા. મસ્કે જાહેરમાં કહેલું કે રાજકારણમાં તેમણે પોતાનું યોગદાન પૂરુ કર્યું છે અને હવે કોઈ પણ પ્રકારનું દાન નહીં આપે.
DOGE હેઠળ મસ્કની કામગીરી
મસ્કના નેતૃત્વમાં DOGE દ્વારા ઘણાં સરકારી વિભાગોમાં ખર્ચ અને નોકરીઓમાં કાપ મૂકવામાં આવ્યો. આ પગલાંના વિરોધમાં હજારો કર્મચારીઓ રસ્તે ઉતર્યા હતા. હજારો લોકોએ "હેન્ડ્સ ઓફ" મુહિમ અંતર્ગત રેલીઓ યોજી, જેમાં નાગરિક અધિકાર સંગઠનો, મજૂર સંગઠનો અને અન્ય સમૂહોનો સમાવેશ થયો.
વિવાદગ્રસ્ત નિર્ણયો
-
મસ્કે ટ્રેઝરી અને સોશિયલ સિક્યોરિટી એજન્સીથી ડેટા મેળવ્યો, જે રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમરૂપ ગણાયો.
-
તેમણે 56,000 સરકારી કર્મચારીઓને છૂટા કર્યા અને અંદાજે 75,000 કર્મચારીઓએ બાયઆઉટ સ્વીકાર્યું.
-
સરકારી કર્મચારીઓને તેમના કામના હિસાબ માટે ઈમેઇલ મોકલ્યાં, જેને ઘણી એજન્સીઓએ અવગણ્યા.
-
USAID અને Voice of America જેવી સંસ્થાઓના ભંડોળમાં ઘટાડો કે બંધ કરવાના પ્રયાસો થયા.
DOGEનું ભવિષ્ય શું?
મસ્કના રાજીનામા પછી DOGEના કાર્યની અસર ઓછી થવાની શક્યતા છે. ટીમો યથાવત રહેશે, પણ નવા નેતાની જરૂરત ઊભી થઈ છે. DOGE હાલ જુલાઈ 2026 સુધી કાર્યરત રહેશે, પરંતુ મસ્ક વિના તેનું કાર્ય કઠિન બની શકે છે.
અન્ય વિવાદો અને આત્મમંથન
-
UAEમાં મોટો ડેટા સેન્ટર કોન્ટ્રેક્ટ xAIને ન મળતા મસ્કે ટ્રમ્પના સલાહકારોની નિષ્પક્ષતા પર પ્રશ્ન ઉઠાવ્યો હતો.
-
2024ની ચૂંટણીમાં મસ્કે $250 મિલિયન ખર્ચ્યા બાદ પણ તેમણે વચન આપેલી $100 મિલિયનની રકમ ન આપતા ટ્રમ્પની ટીમમાં નારાજગી જોવા મળી.
-
ગુપ્ત માહિતી લીક થવાના સમાચાર પર પણ વિવાદ થયો. મસ્કે પેન્ટાગોનના અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની વાત કરી.
આગળ શું?
ન્યૂ યોર્ક ટાઈમ્સ અને CBSને આપેલા ઇન્ટરવ્યૂમાં મસ્કે રાજકારણથી અંતર લેવાનું સંકેત આપ્યું છે. મસ્ક હવે ટેસ્લા, સ્પેસએક્સ અને xAI જેવી ખાનગી કંપનીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા જઈ રહ્યા છે.
25-Jun-2025