GIR SOMNATH : ગીર-સોમનાથ જિલ્લાના વડુંમથક વેરાવળ શહેરમાં મુખ્ય બજા ની ધાણીશેરીમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થવાની દુર્ઘટના ઘટી હતી. વેરાવળમાં જૈન હોસ્પીટલ રોડ પર આવેલ મારાજના ડેલા તરીકે ઓળખાતા વિસ્તારમાં બાબુભાઇ જેઠાભાઇ માલમડીની માલિકીનું ત્રણ માળનું મકાન ધરાશાયી હતું. આ મકાન ધરાશાયી થયું એ પહેલા થોડું નમ્યું હતું, જેથી મકાનમાં અંદર રહેલા 12 લોકોએ સમયસૂચકતા દાખવી બહાર નીકળી ગયા હતા અને ત્યારબાદ મકાન પડતા આ તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો. આ મકાનની બાજુમાં નવા બાંધકામ માટે મોટો ખાડો ખોદવામાં આવતા આ સમગ્ર દુર્ઘટના ઘટી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પાલિકાની ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોચી કાટમાળ હટાવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી.
Author : Gujaratenews
20-Aug-2024